Gujarat Exclusive > દેશ-વિદેશ > સુપ્રીમ કોર્ટે ફટાકડા કંપનીઓને લગાવી ફટકાર, કહ્યુ- ‘જીવની કિંમત પર ઉત્સવ મનાવવાની પરવાનગી નથી’

સુપ્રીમ કોર્ટે ફટાકડા કંપનીઓને લગાવી ફટકાર, કહ્યુ- ‘જીવની કિંમત પર ઉત્સવ મનાવવાની પરવાનગી નથી’

0
96

નવી દિલ્હી: ગ્રીન ક્રેકર્સના નામ પર જૂના ફટાકડા વેચવા મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. કોર્ટે તમામ રાજ્યોને ચેતવણી આપતા કહ્યુ કે ફટાકડા પર પ્રતિબંધ કોર્ટના આદેશનું પાલન તમામ રાજ્યમાં થવુ જોઇએ. કોર્ટે કહ્યુ કે ફટાકડા પર રોક લગાવી હતી પરંતુ તમામ ઉત્સવમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે જીવનની કિંમત પર ઉત્સવ મનાવવાની પરવાનગી નથી આપી શકતા, ઉત્સવના સમયે લોકોને ઝડપી અવાજ ધરાવતા ફટાકડા ક્યાથી મળે છે? સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ઉત્સવ વગર અવાજ કરતા ફટાકડા જેવા કે ફુલઝડી અને અન્યથી મનાવી શકાય છે. અવાજ કરનારા ફટાકડાની પરવાનગી નથી આપવામાં આવી શકતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 26 ઓક્ટોબરે યોજાશે.

સુપ્રીમ કોર્ટે ફટકાડા કંપનીઓને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે ફટાકડા કંપનીઓને કોટ કરીને આદેશ બાદ પણ ફટાકડામાં પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરવા પર ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા કંપનીઓને કહ્યુ કે અમે તમને પ્રતિબંધિત સામગ્રીઓના ગોડાઉનમાં રાખવાની પરવાનગી નહી આપીએ.

આ પણ વાંચો: લખીમપુર હિંસા: કેજરીવાાલે કહ્યું- મોદી સરકાર હત્યારાઓને બચાવવામાં વ્યસ્ત

આ પહેલા ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોર્ટના આદેશ છતા પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરનારી 6 ફટાકડા કંપનીઓને નોટિસ ફટકારી હતી. સીબીઆઇની પ્રાથમિક તપાસમાં આ કંપનીઓ તરફથી બેરિયમની ખરીદી અને તેનો ફટાકડામાં ઉપયોગની વાત સામે આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તે જે કંપનીઓના લાઇસન્સ રદ કરવા પર વિચાર કરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat