Gujarat Exclusive > રાજનીતિ > ભાજપના જ કાર્યકર્તા પક્ષની તાકાત: સી.આર.પાટીલ

ભાજપના જ કાર્યકર્તા પક્ષની તાકાત: સી.આર.પાટીલ

0
257
  • 182 બેઠકો પર ભાજપાની વિજય પતાકા લહેરાવવાની વાત પાટીલે ફરી દોહરાવી

  • પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં રાજ્યનું ભાજપા સંગઠન વધુ મજબૂત બનશે: નીતિન પટેલ

અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,

“ગુજરાતમા 1995થી જનતાના આશીર્વાદથી સતત ભાજપાની સરકાર છે જ પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપણે વધુ સુનિયોજિત રીતે આયોજન કરી મતદારયાદીના પ્રત્યેક પેજની પેજ કમિટી બનાવીને ચૂંટણી લડીને તમામ 182 બેઠકો પર ભાજપાની વિજય પતાકા લહેરાવવાની છે.”

તેમણે વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની 400 જેટલી જનકલાયણકારી યોજનાઓ તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારની વિવિધ જનહિતની યોજનાઓનો લાભ વધુને વધુ નાગરિકોને અપાવવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચો: મહંમદપુરા સંજય આલોકના “નેમિચાર” ફાર્મ હાઉસમાં નોકરી કરતા યુવકની ક્રૂર હત્યા

ગરમીનું વાતાવરણ હોવા છતાં છેલ્લા બે દિવસથી ભાજપાના કાર્યકર્તાઓએ અભૂતપૂર્વ જોમ અને ઉત્સાહ સાથે ઠેર ઠેર સ્વાગત કર્યું છે તે બદલ હું મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના પ્રત્યેક ભાજપા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું. ગ્રાઉન્ડ લેવલે સંપૂર્ણ સક્રિયતા સાથે અથાગ પરિશ્રમ કરતો ભાજપાનો કાર્યકર્તા જ ભાજપાની તાકાત છે. ભાજપાનો કાર્યકર્તા હંમેશાથી પક્ષ માટે ખંતપૂર્વક, પ્રામાણિકતાથી કાર્ય કરતો આવ્યો છે તેના પરિણામે જ આજે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભાજપા મજબૂત બન્યું છે અને અનેક વિજયો હાંસલ કર્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, પ્રદેશ ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં રાજ્યનું ભાજપા સંગઠન વધુ મજબૂત બનશે. સી.આર.પાટીલ સમગ્ર દેશમાં સૌથી વધારે લીડથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે ત્યારે તેમની સંગઠનની સૂઝબુઝ, માઈક્રો પ્લાનિંગ, ટેકનોલોજી આધારિત વ્યવસ્થાપનને કારણે આગામી સમયમાં ભાજપા ગુજરાતમાં નવા શિખરો સર કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા ઘટીને 393 રહી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે મહેસાણા જિલ્લા ભાજપાની સંગઠનલક્ષી બેઠક યોજાઇ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન પટેલ, પૂર્વ મંત્રી રજની પટેલ, સાંસદો શરદાબહેન પટેલ, જુગલજી ઠાકોર, ભરતસિંહ ડાભી, પૂર્વ સાંસદો જયશ્રીબેન પટેલ, જીવા પટેલ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, મહેસાણા જિલ્લા ભાજપા પ્રમુખ નીતિન પટેલ સહિતના સંગઠનના હોદ્દેદારો ભાજપા અગ્રણીઓ, વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ અપેક્ષિત શ્રેણીના ભાજપાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.