Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > IPC 188 પોલીસ પરિવારને ભરખી જશે તેવા સ્લોગન ફરતા થયા

IPC 188 પોલીસ પરિવારને ભરખી જશે તેવા સ્લોગન ફરતા થયા

0
10376

દીપક મસાલા,અમદાવાદ: IPC 188 પોલીસ અને તેમના પરિવારને ભરખી જશે તેવા સ્લોગન ફરતા થયા સાથે સાથે અધિકારીઓ પોલીસને ટાર્ગેટ આપી છૂટી જતા હોવાની ચર્ચા શરૂ થઈ છે. લોકડાઉનનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ જવાનોને ટાર્ગેટ આપવામાં આવ્યા જેના કારણે લોકોના સીધા સંપર્કમાં આવવાથી પોલીસને ચેપ લાગવાની શક્યતાઓ વધી જતી હોવા છતાં અધિકારીઓ મનસ્વી રીતે હુકમો છોડે રાખે છે.

ખાડિયા પોલીસ,ખોખરા અને ટ્રાફિક જવાનોને કોરોના પોઝીટીવ થતા 29 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પોલીસમાં ફેલાતા ચેપને લઈને જવાનોમાં આંતરિક રોષ ફેલાયો છે. પોલીસ કર્મીઓ નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે કે ,અધિકારીઓ આરોપીને જીપમાં લઈ જવાની ના પાડી ને ત્રણ સવારી બાઈક પાર આરોપીને લઈ જવા આદેશ કરે છે. આ ઉપરાંત વિઝિટ બુકમાં સહી કરતા અધિકારીઓ ફફડે છે. ચેપ લાગવાના ડરથી અધિકારીઓ સહી કરતા ડરતા હોય તો પોલીસ જવાનોને લોક ડાઉનમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે શું કામ ફરજ પાડવામાં આવે છે.

પોલીસે કર્મીઓમાં શરૂ થયેલી ચર્ચા મુજબ પોલિસી અધિકારીઓને તેમની ચિંતા છે પણ પોલીસ જવાનો અને તેમના પરિવારની ચિંતા નથી.પોલીસ કર્મચારીઓમાં છેલ્લા કેટલાક દિવસથી IPC 188 પોલીસ અને તેમના પરિવારને ભરખી જશે (લખી રાખજો)તેવા સ્લોગન સાથે મેસેજ ફરતા થયા છે. આ મેસેજ પોલીસ જવાનોમાં ફેલાયેલા આંતરિક રોષની સાબિતી આપે છે.

સોનિયા ગાંધીએ MLA ઇમરાન ખેડાવાલાના ટેલિફોનિક ખબરઅંતર પૂછ્યા