ગાંધીનગર: ગુજરાતમાં 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવવામાં આવ્યુ છે જેના એજન્ડા પર આવતા અઠવાડિયે મળનારી બેઠકમાં વિધાનસભાની પ્રોફેશનલ એડવાઇઝરી કમિટી ચર્ચા કરશે. આ વર્તમાન વિધાનસભા કાર્યકાળનો અંતિમ સત્ર હશે. આગામી વિધાનસભા સત્રની જાણકારી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ કે રાજ્ય સરકાર આગામી કેટલાક મહિનામાં 3,300 કરોડ રૂપિયાની 20 હજાર પરિયોજનાઓનો શિલાન્યાસ/ ઉદ્દઘાટન કરશે. સાથે જ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ, રાજ્ય સરકારના વિવિધ વિભાગોને 4,14,799 ફરિયાદ મળી છે, જેમાંથી આધાર કાર્ડ, રાશન કાર્ડ અને અન્ય મુદ્દા વિશે 99 ટકા ફરિયાદનું સમાધાન કરવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
સીઆર પાટિલનું AAP પર નિશાન
ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કાર્યકર્તા મેઘા પાટકરને શહેરી નક્સલી અને કટ્ટર ગુજરાત વિરોધી ગણાવ્યા હતા અને દાવો કર્યો કે આમ આદમી પાર્ટી રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમણે મુખ્યમંત્રીના ચહેરાના રૂપમાં રજૂ કરવાની યોજના બનાવી રહ્યુ છે. જોકે, આમ આદમી પાર્ટીએ પાટિલના દાવાનો ઇનકાર કર્યો છે અને સત્તા પર રહેલા પક્ષ પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાશે ચૂંટણી
આમ આદમી પાર્ટીએ આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બુધવારે પોતાના 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ધરાવતી આમ આદમી પાર્ટીએ પહેલા ભાજપ શાસિત ગુજરાતમાં 182 સભ્યોની વિધાનસભા માટે 19 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં યોજાનારી રાજ્યની ચૂંટણી માટે અત્યાર સુધી કોઇ અન્ય પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્યમાં આપના સત્તામાં આવવા પર વિજળી, નોકરી, બેરોજગારી ભથ્થુ, મહિલાઓ અને આદિવાસીઓ સબંધિત કેટલીક ચૂંટણી પહેલાની ગેરંટીની જાહેરાત કરી છે.
Advertisement