Gujarat Exclusive > યુથ > મનોરંજન > Raanjhanaa પાર્ટ-2માં ધનુષ ફરીથી કરશે રોમાન્સ, જાણો કોણ હશે અભિનેત્રી

Raanjhanaa પાર્ટ-2માં ધનુષ ફરીથી કરશે રોમાન્સ, જાણો કોણ હશે અભિનેત્રી

0
225

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)ના હાથમાં એક એક મોટો પ્રોજેક્ટ લાગ્યો છે. તે જલ્દી આનંદ એલ રોયની ફિલ્મમાં જોવા મળશે. ‘ઝીરો’ (zero) ફિલ્મની નિષ્ફળતા બાદ હવે નિર્માતા-નિર્દેશક પોતાની જૂની બ્લોક બસ્ટર ફિલ્મ ‘રાંજણા’ (Raanjhanaa )ના નવા ભાગને લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં સારાની અપોજિટ સાઉથ ઈન્ડસ્ટ્રીના મશહૂર સ્ટાર ધનુષ (dhanush ) જોવા મળશે.

ફિલ્મ ‘રાંજણા’માં પણ એક્ટર ધનુષની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના અપોજિટમાં એક્ટ્રેસ સોનમ કપૂર જોવા મળી હતી. આ ફિલ્મ 2013માં રિલીઝ થઈ હતી અને બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. હવે તેનો બીજા ભાગ ટી-સીરીઝના પ્રોડક્શન હેઠળ બનશે. જોકે હાલમાં ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફિલ્મ ‘રાંજણા’ની સિક્વલ નહીં હોય. આ ફિલ્મની કહાની કેટલેક અંશે ‘રાંજણા’ જેવી હશે. એટલા માટે ફિલ્મને ‘રાંજણા-2’નામ આપવામાં આવશે. જોકે ફિલ્મના કલાકારો અને કન્ટેન્ટ એકદમ અલગ જ હશે.

આ મૂવી પરનું વાસ્તવિક કામ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવશે. હાલ પ્રી-પ્રોડક્શન ચાલુ છે.

‘ધ જોયા ફેક્ટર’થી વિરાટ કોહલીનું બોલિવૂડમાં ડેબ્યુ! જુઓ VIDEO