Gujarat Exclusive > દેશ-વિદેશ > બીજી લહેરની ચેતવણી PMને ગયા વર્ષે જ નિષ્ણાતોએ આપી હતી, નજરઅંદાજ કરી દેવાઇ

બીજી લહેરની ચેતવણી PMને ગયા વર્ષે જ નિષ્ણાતોએ આપી હતી, નજરઅંદાજ કરી દેવાઇ

0
101

નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટીના વડા એમ. વિદ્યાસાગર અનુસાર, સમિતિએ પાછલા વર્ષના માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ મોદી સરકારને બીજી લહેરની ચેતવણી આપી હતી. એ ચેતવણીમાં સમિતિના સભ્યોએ કહ્યું હતું કે મે મહિનામાં કોરોનાનો બીજી લહેર હાહાકાર મચાવશે.

આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગરને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે તે અનુસાર કેન્દ્ર સરકારને છેક માર્ચમાં જ બીજા વેવની ચેતવણી આપી દેવામાં આવી હતી. એમ. વિદ્યાસાગર નેશનલ કોવિડ-10 સુપરમોડેલ કમિટીના વડા પણ છે. આ કમિટીએ ગાણિતિક મોડેલના આધારે સરકારને ચેતવણી આપી હતી કે મે મહિનાના મધ્યમાં કોરોનાનો બીજી લહેર દેશમાં હાહાકાર મચાવશે.

તેમણે કહ્યું હતું કે માર્ચના પ્રથમ સપ્તાહમાં બીજી લહેરની ચેતવણી આપી હતી અને તેનું ગાણિતિક મોડેલ તૈયાર કરીને આપી દેવાયું હતું. એ પછી એપ્રિલના બીજા સપ્તાહમાં ફરી વખત ઈનપુટ અપાયા હતા. એ વખતે જ સરકારને કહેવાયું હતું કે બીજી લહેર સામે લડવા માટે સમય ખૂબ જ ઓછો છે.

નવા આંકડાં પ્રમાણે કમિટીએ દાવો કર્યો હતો કે આવતા સપ્તાહની શરૂઆતથી જ દેશમાં 4 લાખ કેસ નોંધાવાનું શરૂ થઈ જશે. આ પેનલ કેન્દ્ર સરકારે જ બનાવી હતી, જેથી કોરોનાના ફેલાવા પર નિયમિત અહેવાલો રજૂ થતા રહે. આ પેનલમાં એમ. વિદ્યાસાગર ઉપરાંત આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ, લેફ્ટ. જનરલ માધુરી કાનિટકર, ડેપ્યુટી ચીફ ઓફ આર્મી મેડિકલ સર્વિસનો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે આઈઆઈટી કાનપુર અને હૈદરાબાદના નિષ્ણાતોએ થોડા સમય પહેલાં અહેવાલ રજૂ કર્યો હતો એ પ્રમાણે મેના બીજા સપ્તાહમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 38થી 48 લાખ સુધી થઈ જશે. એક દિવસમાં 4.4 લાખ કેસ નોંધાવા લાગશે.

ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) કાનપુર અને હૈદરાબાદના સંશોધકોએ ગાણિતિક મોડેલના આધારે દાવો કર્યો હતો કે 11થી 15-મે દરમિયાન દેશમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા સૌથી વધુ હશે. એ વખતે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 38 લાખથી 48 લાખ સુધી હોઈ શકે છે.

તે પહેલાં 4મેથી 8 મે દરમિયાન સૌથી વધુ કેસ નોંધાવવાનું શરૂ થશે. આ દિવસો દરમિયાન દરરોજના 4 લાખથી 4.4 લાખ કેસ નોંધાશે. નિષ્ણાતોના મતે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નોંધાતા આ હાઈએસ્ટ કેસ હશે અને હાઈએસ્ટ એક્ટિવ કેસ હશે.

ચોંંકાવનારી વાત તે છે કે, નિષ્ણાતોએ મોદી સરકારને પાણી પહેલા પાળ બાંધવા માટે ચેતવણી આપી દીધી હતી. તે છતાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના જીવની ચિંતા કરવાની જગ્યાએ પશ્ચિમ બંગાળની ચૂંટણીને પ્રથમ પ્રાથમિકતા આપી હતી. જો તે વખતે નિષ્ણાતોએ આપેલી ચેતવણીને ગંભીરતા લઈને તે અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોત તો કદાચ ભારતીયોને સ્મશાન ઘાટોમાં લાઈનમાં ઉભુ રહેવું પડ્યું ના હોત.

નિષ્ણાતોએ ચેતવણી આપી હોવા છતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળ જીતવા માટે નિકળી પડ્યા હતા. જેથી મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવતા વર્તમાનમાં મેડિકલ ઈક્વિપમેન્ટના અભાવના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat