Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Covid-19: શું ગુજરાતના કબ્રસ્તાન અને સ્મશાન ગૃહ ઉભરાઈ જશે?

Covid-19: શું ગુજરાતના કબ્રસ્તાન અને સ્મશાન ગૃહ ઉભરાઈ જશે?

0
5626

દેશને અચાનક લોકડાઉન કરવામાં આવ્યો. મજૂરોની મુશ્કેલી વધી ગઈ, લાખોની સંખ્યામાં મજૂરોના ધંધા-પાણી છીનવાઈ ગયા. તેઓ એક જગ્યાએ ભૂખ્યા-તરસ્યા ફસાઈને રહી ગયા. તેવામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમને જીવના ઝોખમે વતનની વાટ પકડી. જેમાં મોટી સંખ્યામાં મજૂરોના મોત થયા.

હાલમાં પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે જવા માટે ચાલી રહ્યાં છે. શું કરવા ચાલી રહ્યાં છે, તે વિશે સરકાર સારી રીતે જવાબ આપી શકે તેમ છે પરંતુ મૌન છે. કારણ કે, પોતાની માંને ડાકણ કોણ કહે? તેવામાં અહીં તો પોતાની જ ગૌર ખોદવાની છે.

સરકાર શરૂઆતમાં કહી રહી હતી કે, મજૂરોને ઘરે મોકલવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધી જશે. પરંતુ જ્યારે રસ્તામાં ચાલતા મજૂરોનું દુ:ખ સોશિયલ મીડિયા ઉપર છલકાવા લાગ્યો અને અનેક વીડિયો વાયરલ થવા લાગ્યા તો સરકારે વિચાર્યું કે, આ તો આપણી નામોશી થઈ રહી છે, તેથી પાછો તેમને મજૂરોને ઘરે મોકલવાનો નિર્ણય લીધો. પરંતુ મેનેજમેન્ટ એટલું ખરાબ રહ્યું કે, લોકો હજું સુધી ઘરે ચાલતા જવા માટે મજબૂર છે, તો મોટી સંખ્યામાં તેમને રજિસ્ટ્રેશન અને પાસ લેવા માટે લાઈનોમાં લાગવું પડ્યું.

જેવી રીતે સમજ્યા વિચાર્યા વગર અને કોઈ પ્લાનિંગ વગર મોટા ઉપાડે અચાનક લોકડાઉન કર્યું હતું, તેવી જ રીતે ફરીથી નવા રંગરૂપની વાતો કરીને લોકડાઉન 4.0 શરૂઆત કરી છે. દારૂ વેચવાની છૂટ આપીને મોદી સરકાર પોતાની તિજોરી ભરી રહી હતી, તેવામાં રૂપાણી સાહેબને પણ થયું કે, હું શું કરવા માટે પાછળ રહી જાઉ? તેમને પાન-મસાલા અને ફાકી સહિત અનેક છૂટછાટ આપી દીધી.

અત્યાર સુધીમાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે લોકો ટળવળતા રહ્યાં, મજૂરોના મોત થતા રહ્યાં તેવામાં અચાનક કેન્દ્ર સરકારે દારૂ અને હવે ગુજરાત સરકારે પાન-મસાલા અને તમાકુની આઈટમો વેચવાની છૂટ આપી દીધી. તે પણ તેવા સમયે જ્યારે રાજ્યમાં બાર હજારથી વધારે કેસ થઈ ગયા છે અને ખુબ જ ઝડપી રીતે કેસ વધી રહ્યાં છે. જોકે, ગુજરાત સરકારે કોરોના પોઝિટિવના કેસ ઉપર બ્રેક મારવા માટે અભૂતપૂર્વ રીત અપનાવી લીધી છે અને તે રીત છે કોરોના પોઝિટિવના ટેસ્ટ ઓછા કરી નાંખવાની.

શું ખરેખર ધમણ-1 નકલી વેન્ટિલેટર મશીન છે? રાજ્ય સરકાર શંકાના દાયરામાં

રૂપાણી સરકાર હવે તો કોરોના પોઝિટિવ દર્દીના પરિવારના લોકોના પણ ટેસ્ટ બંધ કરી દીધા છે. દર્દી અને તેના પરિવારને માત્રને માત્ર હોમક્વોરન્ટાઈન કરી દેવામાં આવી રહ્યાં છે. ટેસ્ટ ઓછી સંખ્યામાં થઈ રહ્યાં હોવાના કારણે પ્રતિદિવસે કોરોના મહામારી કેટલા પ્રમાણમાં ફેલાઈ રહી છે, તેના સચોટ આંકડા તમારા પાસે પહોંચશે નહીં તે સ્વભાવિક છે.

ગુજરાત સરકારે તો તમાકું વેચવાનો નિર્ણય કરીને સાબિત કરી દીધું છે કે, તેમના પાસે દૂરદ્રષ્ટિ નથી. શું ગુજરાતે કોરોના સામેની લડાઈ જીતી લીધી છે? કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પ્રતિદિવસ ઘટી રહી છે? તેનો જવાબ અહીં ‘ના ‘ છે. કેમ કે, આજના (21 મે) સરકારી આંકડાઓ જણાવી રહ્યાં છે કે, ગુજરાતમાં 371 નવા કેસ સામે આવ્યા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 12910 પર પહોંચી ગયેલી છે.

ગુજરાતની રૂપાણી સરકાર કોરોના પોઝિટિવના ટેસ્ટ પૂરતા પ્રમાણમાં કરી રહી નથી. તો બીજી તરફ તમાકુંની આઈટમોના વેચાણની છૂટ આપી દીધી તે ચોંકાવનાર છે. આ તમાકું વેચનારાઓ સુપર સ્પેડ્સ બની શકે છે અને તે ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ કરાવી શકે છે, તે બાબતને નકારવી નાદાની ગણાશે.

સરકાર મોબાઈલ કંપનીઓ દ્વારા મેસેજ કરાવે છે કે, થૂકવાથી Covid-19નું સંક્રમણ વધી શકે છે, તો બીજી તરફ પાન-મસાલા ખાવાની છૂટ આપી રહી છે. આને કહેવાય મૂંહ મે રામ બગલ મે છૂરી જેવું બેવડૂ વલણ… માત્ર દેખાવા પૂરતો લોકોને બતાવવાનું કે અમે કોરોનાને રોકવા માટે કામ કરી રહ્યાં છીએ પરંતુ બીજી તરફ પોતાની તિજોરીને ભરવા માટે તમાકું જેવી જીવલેણ વસ્તુઓના વેચાણ માટે મહામારીના સમયે સંમતિ આપી દેવામાં આવે છે. અહીં તે નોંધવું જરૂરી છે કે, જો તમે તમાકું ખાઈને થૂક્યા તો તમને 2000 દંડ પણ થઈ શકે છે.

ગુજરાત અને દેશભરના લોકોને પોતાનો જીવ પોતાની રીતે જ બચાવવાનો છે. આ બાબતે ભારતીયોને આત્મનિર્ભર બનવું પડશે. દેશમાં પાછલા બે મહિનામાં મોટી સંખ્યામાં મજૂરોના મોત થઈ ગયા છે.

મજૂરોના મોત બાદ સરકાર હવે તેવી વસ્તુઓની પણ છૂટ આપી રહી છે, જેનાથી દેશની સામાન્ય જનતાને ફાયદો થવાની જગ્યાએ તે જીવલેણ સાબિત થઈ શકે છે. નવા રૂપરંગમાં આવેલા લોકડાઉન 4.0માં અનેક છૂટછાટો આપી છે, જેનાથી લોકોને થોડી રાહત મળી છે પરંતુ આપણે તે ભૂલવું જોઈએ નહીં કે, હાલમાં રાજ્યમાં કોરોનોનો આંકડો બાર હજારની પાર છે. તેવામાં પાન-ગલ્લાઓને તમાકું વેચવાની છૂટ આપવી રાજ્યને ભાર પડી શકે છે. તમાકુ વેચવાની છૂટ પછી સોશિયલ ડિસ્ટેન્સિંગનો નિયમ લોકડાઉન 4.0 બાદ ધૂળ ખાતો થઈ ગયો છે.

ગુજરાતના નાથ એવા રૂપાણી સાહેબને એવી તો શું જરૂરત પડી ગઈ કે, તેમને કોરોના મહામારીના વધી રહેલા આંકડાઓ વચ્ચે તમાકું વેચવાની છૂટ આપી દીધી? તમે સમાચાર તો વાંચ્યા જ હશે કે, થોડી જ વારમાં પાન-મસાલા અને ફાકીનો 3 કરોડનો વ્યાપાર થઈ ગયો. તેવામાં તમાકું ખાનારઓ અને વેચનારાઓ સુપર સ્પેડ્સ બન્યા તો ગુજરાતના કબ્રસ્તાન અને શ્મશાન ગૃહ ઉભરાઈ જશે તે વાતને પણ નકારી શકીએ નહીં.

નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષ 2017માં કૉમન કૅન્સરના 3,939 દર્દીઓ હતા, પરંતુ 2018માં ગુજરાતમાં કૉમન કૅન્સરના કેસોમાં તોતિંગ વધારો થયેલો જોવા મળે છે. વર્ષ 2018માં કૉમન કૅન્સરના 72,169 કેસો નોંધાયા હતા. તે પછી બે વર્ષ બાદ એટલે 2020માં કેન્સરના કેસ આનાથી ત્રણ ઘણા હોઈ શકે છે. તમાકુ ખાનારાઓ પહેલાથી જ અનેક રોગોમાં સપડાયેલા હોય છે, તેનું કારણ તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગયેલી હોય છે. તેવામાં કોરોના ઓછી રોગપ્રતિકારક શક્તિના લોકોને શિકાર બનાવી રહ્યો છે. તેવા સમયે તમાકુંના વેચાણની છૂટનો નિર્ણય ભારે આશ્ચર્યજનક લાગી રહ્યો છે. અહીં પ્રશ્ન ઉભો થાય છે કે, સરકારે આ નિર્ણય શું વિચારીને લીધો હશે. 

સીએમ વિજય રૂપાણીએ રાજ્યના લોકોને ખરેખર તે પ્રશ્નનો જવાબ આપવો જોઈએ કે, તેમને તંમાકુ વેચવાની છૂટ કેમ આપી?

નવા 371 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને થઇ કુલ 12910, જાણો કુલ મૃત્યુઆંક કેટલો?