મુંબઇ: ભારતીય રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે અમેરિકન ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયાની ઓલ ટાઇમ લો લેવલ પર ક્લોઝિંગ થઇ હતી. આ 61 પૈસાના ઘટાડા સાથે 83ને પાર એટલે કે 83.01 પર બંધ થયો હતો. પ્રથમ વખત છે જ્યારે વેપારના અંતમાં રૂપિયાએ આ સ્તરને ટચ કર્યો છે. ગત વેપારના દિવસે રૂપિયા 10 પૈસાના ઘટાડા સાથે 82.39ના ભાવ પર બંધ થયો હતો.
Advertisement
Advertisement
આમ આદમી પર અસર પડશે
મહત્વપૂર્ણ છે કે ભારત જરૂરી ઇલેક્ટ્રિક સામાન અને મશીનરી સહિત કેટલીક દવાઓની ભારે માત્રામાં આયાત કરે છે. મોટાભાગના મોબાઇલ અને ગેજેટની આયાત ચીન અને અન્ય પૂર્વ એશિયાના શહેરથી થાય છે. જો રૂપિયામાં આ રીતનો ઘટાડો ચાલુ રહ્યો તો આયાત મોંઘી થઇ જશે અને તમારે વધારે ખર્ચ કરવો પડશે.
આ પણ વાંચો: દૂબઇ-સિંગાપુર કરતા પણ મોંઘુ થયુ અમદાવાદ-પટણાનું ભાડુ, એરલાઇન્સે 3 ગણા ભાવ વધાર્યા
રસોઇના બજેટ પર અસર પડશે
ભારતના 80 ટકા કાચુ તેલ આયાત કરે છે. કાચુ તેલ મોંઘુ થતા પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે. એવામાં રૂપિયો નબળો થતા રસોઇથી લઇને ઘરમાં ઉપયોગ થતી રોજ બરોજના સામાનના ભાવ વધી શકે છે. સાથે જ પેટ્રોલ-ડીઝલ વધતા ભાડુ પણ મોંઘુ થઇ શકે છે. ભારત ખાદ્ય તેલના 60 ટકા આયાત કરે છે, તેની ખરીદી પણ ડૉલરમાં થાય છે. એવામાં રૂપિયો નબળો થતા ખાદ્ય તેલના ભાવ ઘરેલુ બજારમાં વધી શકે છે.
Advertisement