લંડન: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બર 2022માં 96 વર્ષની વયે નિધન થયુ છે. મહારાણી એલિઝાબેથ 1952માં સિંહાસન પર બેઠા હતા અને 7 દાયકા સુધી શાહી ગાદીને સંભાળી હતી. મહારાણી એલિઝાબેથ દ્વિતીય લંડનના શાહી મહેલમાં રહેતા હતા. આ શાહી મહેલને બકિંગહામ પેલેસ (Buckingham Palace) તરીકે ઓળખવામાં આવે છે. મહારાણી પાસે વિંડસર કૈસલ, સૈંડ્રિઘમ હાઉસ અને બાલમોરલ સહિત કેટલાક અન્ય રેસિડેન્સ હાઉસ પણ હતા પરંતુ તે બધામાં પોતાની વિશેષતાને કારણે સૌથી ફેમસ છે ‘બકિંગહામ પેલેસ’.
Advertisement
Advertisement
બકિંગહામ પેલેસ લંડનમાં છે અને તેની ભવ્યતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. આ પેલેસ અંદરથી ઘણો આલીશાન દેખાય છે. બકિંગહામ પેલેસ પાસે વિક્ટોરિયા ટ્યૂબ સ્ટેશન, ગ્રીન પાર્ક અને હાઇડ પાર્ક કૉર્નર છે. આ મહેલની આસપાસ બસથી પણ જઇ શકાય છે. જો કોઇ કોચ (ટ્રેન)માં જવા માંગે છે તો આ પેલેસ વિક્ટોરિયા કોચ સ્ટેશનથી માત્ર 10 મિનિટના અંતરે ચાલીને જઇ શકાય છે.
બ્રિટનની વેબસાઇટ રૉયલ કલેક્શન ટ્રસ્ટ અનુસાર, બકિંગહામ પેલેસે (Buckingham Palace) 1837માં બ્રિટનના શાસક (રાજા અથવા રાણી)નું ઓફિશિયલ રહેઠાણ છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આ શાહી મહેલને દર વર્ષે ઉનાળામાં ટૂરિસ્ટો માટે ખોલવામાં આવે છે. Bloomberg અનુસાર, આ રૉયલ ઘરની કિંમત લગભગ 341 અબજ રૂપિયા (3.7 બિલિયન પાઉન્ડ) છે.
Rct.uk અનુસાર, મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાહી મહેલ બકિંગહામ પેલેસમાં 775 રૂમ છે. જેમાં 19 સ્ટેટ રૂમ, 52 રૉયલ અને ગેસ્ટ બેડરૂમ, 188 સ્ટાફ બેડરૂમ, 92 ઓફિસ અને 78 બાથરૂમ સામેલ છે.
શાહી મહેલ બકિંગહામ પેલેસ (Buckingham Palace)ની લંબાઇ 108 મીટર અને ઉંડાઇ 120 મીટર છે. જોવામાં આ પેલેસ ઘણુ ભવ્ય લાગે છે. બકિંગહામ પેલેસમાં કેટલાક શાહી કાર્યક્રમ થાય છે જેમાં વિદેશી રાષ્ટ્રના અધ્યક્ષથી લઇને અન્ય દેશના વીઆઇપી પણ આવે છે.
શાહી ભોજન, લંચ, ડિનર, રિસેપ્શન અને ગાર્ડન પાર્ટીમાં અતિથીના રૂપમાં દર વર્ષે બકિંગહામ પેલેસમાં આશરે 50 હજારથી વધારે લોકો સામેલ થાય છે. બ્રિટનના વડાપ્રધાન સાથે વીકલી મીટિંગ્સ અને વિદેશી રાજદૂતોનું સ્વાગત પણ આ પેલેસમાં થાય છે.
ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ, ડોનેશન, સ્પોર્ટ, કોમનવેલ્થ અને લાઇફના અન્ય એરિયામાં કામ કરનારા લોકોને સમ્માન આપવા માટે આખુ વર્ષ આ પેલેસમાં સ્વાગત સમારંભ આયોજિત કરવામાં આવે છે. બકિંગહામ પેલેસ અવારનવાર મહત્વપૂર્ણ નેશનલ ઇવેન્ટનું સેન્ટર હોય છે.
બકિંગહામ હાઉસ 1762 સુધી ડ્યૂક ઓફ બકિંગહામની સંપત્તિ હતી. જ્યારે જોર્જ IIIએ પોતાની પત્ની, ક્વીન ચાર્લોટ અને તેમના બાળકો માટે એક પ્રાઇવેટ ઘરના રૂપમાં તેનું અધિગ્રહણ કર્યુ હતુ, તે બાદથી બકિંગહામ પેલેસને ‘ધ ક્વીન્સ હાઉસ’ના નામથી ઓળખવામાં આવે છે.
હર્સ્ટપિયરપૉઇંટના લૉર્ડ ગોરિંગે લગભગ 1640માં એક ઘર બનાવ્યુ હતુ. ધીમે ધીમે નિર્માણ બાદ તેને બકિંગહામ હાઉસનું રૂપ લીધુ. હર્સ્ટપિયરપૉઇન્ટની મૃત્યુ બાદ જોર્જ દ્વિતીયે તેને ખરીદ્યુ અને પછી પેઢી આગળ વધતી ગઇ. જોર્જ પંચમે આર્કિટેક્ટ જૉન નૈશને પોતાના ઘરનું સમારકામ માટે બોલાવ્યો અને રિનોવેશન બાદ 1825માં તેને બકિંગહામ પેલેસ નામ મળ્યુ. સર જોન સોનેએ બકિંગહામ હાઉસને ફરી તૈયાર કરવાની યોજના પણ બનાવી અને તેમાં કામ કરાવવામાં આવ્યુ. પછી બાદમાં રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં પશ્ચિમી ભાગ બનાવવામાં આવ્યો હતો. મહારાણી વિક્ટોરિયા વાસ્તવમાં રાણીના રૂપમાં ત્યા રહેનારા પ્રથમ સમ્રાટ હતા.
મહારાણી વિક્ટોરિયા જુલાઇ 1837માં પ્રથમ વખત બકિંગહામ પેલેસ (Buckingham Palace)માં રહેવા આવ્યા હતા. 1840માં પ્રિન્સ એલ્બર્ટ સાથે જ્યારે રાણી વિક્ટોરિયાના લગ્ન થયા તો તે પેલેસમાં કેટલીક કમી જોવા મળી હતી. તે બાદ આ કમીઓેને પૂર્ણ કર્યા બાદ 1847માં આ મહેલ બનીને તૈયાર થયુ હતુ. પેલેસમાં નૈશ ગેલેરી પણ છે, જેને ક્વીન ગેલેરીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, જેમાં જૂના માસ્ટર પેઇન્ટિંગ, યૂનિક ફર્નીચર, સજાવટનો સામાન રાખેલો છે.
બકિંગહામ પેલેસ ઉનાળામાં ટૂરિસ્ટ માટે ખુલ્લો રહે છે અને દર વર્ષએ ડિસેમ્બર, જાન્યુઆરી અને ઇસ્ટર પર લિમિટેડ સંખ્યામાં પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે. શાહી પેલેસને ફરવામાં 2 કલાક 30 મિનિટનો સમય લાગે છે.
ફરનારા લોકો 19 ડેકોરેટોડ સ્ટેટ રૂમ, થ્રોન રૂમ, ગ્રેડ સ્ટેયરકેસ, ફાઇનઆર્ટ પેઇન્ટિંગ્સ રૂમ વગેરે જગ્યાએ ફરી શકો છો. જુલાઇથી ઓક્ટોબર વચ્ચે આ પેલેસ સામાન્ય લોકો માટે ખુલ્લો રહે છે. રૉયલ કલેક્શન ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, બકિંગહામ પેલેસ સ્ટેટ રૂમ વિજિટ માટે 18થી 24 વર્ષ માટે 1803 રૂપિયા (19.03 પાઉન્ડ) અને 24 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 2774 રૂપિયા (30 પાઉન્ડ)ની ટિકિટ હોય છે. 5 વર્ષથી નાના બાળકોની ટિકિટ ફ્રી છે.
અંગ્રેજોના હાથમાં કેવી રીતે આવ્યો કોહિનૂર? જાણો, શરૂઆતથી અત્યાર સુધીની કહાની
Advertisement