Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સામે લડવા રુપાણી સરકારે અપનાવ્યો નવો હથિયાર

કોરોના સામે લડવા રુપાણી સરકારે અપનાવ્યો નવો હથિયાર

0
4852

રાજયમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સરકારમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના 495 કેસ નોંધાયા છે જેમાંથી અમદાવાદ શહેરમાં 268 કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારે આજ રોજ સીએમ રુપાણીએ કોરોના સામે લડવા માટે નવો નુસ્કો અપનાવ્યો છે. તમામ જિલ્લાના મહાનગરપાલિકા સાથે સતત સંપર્કમાં છે આ માટે તેમણે વીડિયો કોન્ફરન્સને માધ્યમ બનાવી છે.

તમામ વસ્તુઓની લોકોના ઘરે મળી રહે તે માટે ખાસ પ્રકારની સુવિધા કરવામાં આવી રહી છે. સાથો સાથ રાજયના પાંચ મહાનગરોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે ત્યા તમામ લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ સર્વેલન્સ હાથ ધરાવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.ઉપરાંત મેયર-કમિશનર સહિત વધુમાં વધુ 10 વ્યક્તિનું ગૃપ નિયમીતપણે વિડીયો-ઓડિયો સંવાદથી મહાનગરની સ્થિતીની સમીક્ષા કરતાં રહે અને આરોગ્યલક્ષી જરૂરિયાત આયોજનની ચર્ચા-વિચારણા કરે-યોગ્ય પ્લાનિંગ કરે તેવું પણ આયોજન કરવાનો નિર્ણય લીધો છે.

ઘરે ઘરે સેવા આપવામાં આવશે

કોરોનાની મહામારીને જોતા તમામ લોકોને હાલ ઘરમાંથી બહાર ન નિકળવા માટેની ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેથી તે લોકોને કોઈ પણ મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે સરકાર તેવા તમામ લોકોને ઘરે ઘરે જઈ ડિલવરી આપવાનું વ્યવસ્થિત પ્લાનીંગ ગોઠવવાનું આયોજન કરીને સોશિયલ ડિસ્ટન્સીંગના આયોજનને વધુ સંગીન બનાવવાની પણ સૂચના આપી છે.

રાજયની 8 મહાનગરપાલિકાના કરવામાં આવ્યા સંપર્ક

CM રૂપાણીએ જણાવ્યું છે કે જે જે મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ પ્રકાશમાં આવ્યા છે તેવા તમામ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને સરકાર તેવા શહેરોના સંપર્કમાં છે. ગુજરાતના આઠ મહાનગરોના કમિશનરો અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તુત નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો

શાકમાર્કેટ-કરિયાણા સ્ટોર્સ જેવા સોશિયલ ગેધરીંગ વાળા એટલે કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોય તેવા સ્થળોએ લોકો વધુ ન જાય તે માટે હોમ ડિલીવરી વ્યવસ્થાઓનું સ્થાનિક તંત્ર આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. ભારત સરકારે ડેવલપ કરેલી આરોગ્ય સેતુ એપનો વધુને વધુ નાગરિકો ઉપયોગ કરે તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ મહાનગરોમાં જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત વ્યકિતઓની સંખ્યા વધારે છે અને હોટસ્પોટ જાહેર થયેલા વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ અને સર્વેલન્સ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

કોરોના સંકટ વચ્ચે ગુજરાત સરકારના મોટા નિર્ણય, લાખો લોકોને થશે લાભ