Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોંઘવારીનો માર યથાવત- પેટ્રોલના ભાવમાં થયો વધારો

મોંઘવારીનો માર યથાવત- પેટ્રોલના ભાવમાં થયો વધારો

0
265

આજે પેટ્રોલની કિંમતોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. જોકે, ડીઝલની કિંમતસ્થિર રાખવામાં આવી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. કોલકાતામાં 40 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 99.16 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લીટર પર જ છે. નોંધનીય છે કે, એક રિપોર્ટ આવી રહ્યો છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધવાની છે. જેથી દેશમાં કિંમતોમાં સમયાંતરે વધારો જોવા મળી રહ્યો છે.

દેશની જનતા પર મોંઘવારીનો ભાર સતત વધતો જઈ રહ્યો છે. દૂધ, જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની સાથે આજે ફરી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 34 પૈસાનો વધારો થયો છે. જો કે રાહતની વાત એ છે કે આજે ડિઝલની કિંમતમાં કોઈ ભાવ વધારો કરાયો નથી.

અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.06 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.08 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.25 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.28 રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.83 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.88 રૂપિયા પર પહોંચી ગઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat