Gujarat Exclusive > ગુજરાત > નવા મંત્રી મંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોપાઇ

નવા મંત્રી મંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોપાઇ

0
94

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ ભાજપ દ્વારા તેમણા મંત્રી મંડળની કવાયત હાથ ધરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવને નવા મંત્રી મંડળની જવાબદારી સોપવામાં આવી છે. અમિત શાહે ગત રાત્રે મંત્રી મંડળને લઇને મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક શાહીબાગ એનેક્સી ખાતે મળી હતી. બેઠક બાદ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હતા.

મંત્રી મંડળમાં નવા ચહેરાને મળી શકે છે તક

નવા મંત્રી મંડળમાં ગુજરાતની આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા યુવાઓને વધુ તક આપવામાં આવી શકે છે. તમામ સમાજ-જ્ઞાતિને રાજકીય પ્રતિનિધિત્વ આપી પ્રધાનમંડળ રચવા કવાયત હાથ ધરવામાં આવશે. પ્રદિપ સિંહ જાડેજાને પ્રમોશન મળે તેવી શક્યતા છે.

ભાજપની કેબિનેટમાં આ મંત્રીઓને મળી શકે સ્થાન

ભાજપની કેબિનેટમાં ગણપત વસાવા, દિલિપ ઠાકોર, પ્રદિપસિંહ જાડેજા, ઇશ્વર પટેલ, જયેશ રાદડિયા, આર.સી.ફળદુ, જયદ્રથસિંહ પરમારને સ્થાન મળી શકે છે.

આ પણ વાંચો: ત્રણ મહિલાઓ સહિત 20થી 25 મંત્રીઓના ‘મંત્રીમંડળ’ની રચના થવાની સંભાવના

આ મંત્રીઓનું પત્તુ કપાઇ શકે

બચુ ખાબડ, વાસણ આહિર, કિશોર કાનાણી, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇશ્વર પરમાર, વિભાવરી દવે, પુરૂષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાનું પત્તુ કપાઇ શકે છે.

આ નવા ચહેરાને મળી શકે તક

મનિષા વકીલ, કિરીટસિંહ રાણા, રિષિકેષ પટેલ, હર્ષ સંઘવી, દુષ્યંત પટેલ, જીતુ ચૌધરી, અરવિંદ રૈયાણી, આત્મારામ પરમાર, શશિકાંત પંડ્યા, ગોવિંદ પટેલ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat