Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > માનવ અધિકાર આયોગને તપાસના અહેવાલ પાયા વિહોણા, રાજ્યપાલના અગ્ર સચિવની સ્પષ્ટતા

માનવ અધિકાર આયોગને તપાસના અહેવાલ પાયા વિહોણા, રાજ્યપાલના અગ્ર સચિવની સ્પષ્ટતા

0
396

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના વધતા મૃતકઆંક મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યપાલને પત્ર લખી માનવ અધિકાર આયોગને તપાસ સોપવા માંગ કરી હતી. આ મામલે રાજ્યપાલે સ્પષ્ટતા કરી છે. રાજ્યપાલના અગ્રસચિવે જણાવ્યુ કે મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા છે તે તદ્દન ખોટા છે.

ગુજરાતના રાજ્યપાલના અગ્ર સચિવ અરવિંદ જોષીએ સ્પષ્ટતા કરી છે કે, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પત્રના અનુસંધાને રાજ્યપાલ દ્વારા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને તપાસ સોપવા અંગે જે અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા છે તે બેબુનીયાદ અને તદ્દન પાયા વિહોણા છે. ગુજરાતના રાજ્યપાલના અગ્ર સચિવ અરવિંદ જોષીએ વધુમાં જણાવ્યુ કે, પત્ર ઓફીસની રૂટીન કામગીરી તરીકે સીધે સીધો સબંધિત વિભાગમાં જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે. આ પત્રના આધારે કોઇ પણ તપાસ રાજ્યપાલે કોઇ તપાસના આદેશ કર્યા નથી, તેમજ કોઇ અહેવાલ પણ માંગવામાં આવેલ નથી. કચેરી પદ્ધતિ પ્રમાણે રૂટીન પત્ર તરીકે આ કાગળ માત્ર ફોરવર્ડ કરવામાં આવેલ છે.

બીજી તરફ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યપાલ કચેરીના આ ખુલાસા અંગે જંણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને માઇ પત્ર લખી રજુઆત કર્યા બાદ એ લોકોએ અમે આરોગ્ય ખાતાને લખીને મોકલીએ છીએ તેવો ફોન કરતા મેં માનવઅધિકાર પંચને તાપસનો આગ્રહ રાખ્યો હતો. માનવઅધિકાર પંચને રાજ્યપાલ કચેરીએ કાર્યવાહી માટે પત્ર મોકલ્યો તે મને પણ મોકલ્યો છે. ઓફીસની રૂટીન પ્રક્રિયા મુજબ કાર્યવાહી માટે પત્ર મોકલ્યો એવો ખુલાસો રાજ્યપાલ કચેરીના અધિકારી કરે છે. તો શું આ બાબતે માનવ અધિકાર પંચ તપાસ નહીં કરે ?

કોરોના સંકટઃ રાજ્ય સરકારની નિષ્ફળતા બદલ રાજ્યપાલનો માનવ અધિકાર આયોગને તપાસનો આદેશ