Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2021ની બાકીની મેચ યુએઇમાં રમાશે

IPL 2021ની બાકીની મેચ યુએઇમાં રમાશે

0
235

મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓનલાઇન વિશેષ સામાન્ય બેઠક (AGM)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની બાકી રહેલી મેચોને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં કરાવવાનો નિર્ણય લીધો છે. ઓનલાઇન બેઠકમાં સામેલ તમામ સભ્યોએ સર્વસમ્મતિથી આઇપીએલને ફરી શરૂ કરવા પર સહમતી વ્યક્ત કરી છે.

મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસને કારણે 4 મેએ આઇપીએલની બાકી રહેલી મેચોને સ્થગિત કરવામાં આવી હતી. આ સિવાય ટી-20 વર્લ્ડકપના આયોજનના નિર્ણય પર યોગ્ય કોલ કરવા માટે ICC પાસે સમય વધારવા માટે બીસીસીઆઇએ અપીલ કરી છે. મહત્વપૂર્ણ છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન ભારતમાં થવાનું છે. ભારતમાં કોરોનાની સ્થિતિને જોતા બીસીસીઆઇ ટી-20 વર્લ્ડકપના આયોજન સ્થળ પર આઇસીસી સાથે વાત કરવાનું છે. આઇપીએલ 2021માં અત્યારે 31 મેચ બાકી છે. જ્યારે ટૂર્નામેન્ટને રોકવામાં આવી તો ટૂર્નામેન્ટમાં 29 મેચ રમાઇ હતી.

કોરોના વાયરસના વધતા ખતરાને જોતા બીસીસીઆઇએ ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે રોકી દીધી હતી. આઇપીએલ દરમિયાન ખેલાડીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, જે બાદ બીસીસીઆઇએ આ નિર્ણય કરવો પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે સૌથી પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના સંક્રમિત થયા હતા. આ બે ખેલાડીઓ બાદ બીજી ટીમના ખેલાડી પમ કોરોના સંક્રમિત થયા હતા જે બાદ બીસીસીઆઇએ ટૂર્નામેન્ટને ટાળી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: શનિવારે પેટ્રોલમાં 26, ડીઝલમાં 28 પૈસા વધ્યા, મુંબઇમાં પેટ્રોલ 100ને પાર પહોંચ્યુ

આઇપીએલ 2021ની બાકી રહેલી મેચનું આયોજન 19 અથવા 20 સપ્ટેમ્બરથી થઇ શકે છે. ફાઇનલ મેચ યુએઇમાં 10 ઓક્ટોબરે રમાશે. બીસીસીઆઇ આ વખતે 10 ડબલ હેડર મેચ શેડ્યૂલમાં રાખવાનું છે, જેનાથી ટૂર્નામેન્ટને ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય. 2020નું આઇપીએલ પણ યુએઇમાં આયોજિત કરવામાં આવ્યુ હતું જે સફળ રહ્યુ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat