Gujarat Exclusive > દેશ-વિદેશ > લાલ કિલ્લા કોઇની જાગીર નથી, ભડકેલા ખેડૂતોએ કહ્યુ- ક્યાય કૂચ નથી કરવાના

લાલ કિલ્લા કોઇની જાગીર નથી, ભડકેલા ખેડૂતોએ કહ્યુ- ક્યાય કૂચ નથી કરવાના

0
77

નવી દિલ્હી: ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીની સરહદો પર નવ મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ 75માં સ્વતંત્રતા દિવસ પર ક્યાય ના જવાની જાહેરાત કરી છે અને કહ્યુ છે કે તમામ પ્રદર્શનકારી ખેડૂત સરહદ પર જ ધ્વજ લહેરાવશે. ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે, અમે કાલે ક્યાય કૂચ કરવાના નથી, તેમણે કહ્યુ, ખેડૂત પોતાના ટ્રેક્ટર પર, ગામમાં, તાલુકામાં ધ્વજ લહેરાવશે.

રાકેશ ટિકેતે કહ્યુ કે કાલે દિલ્હીની ત્રણેય સરહદ પર બેઠેલા ખેડૂત સ્ટેજ પર ઝંડો લહેરાવશે, તેમણે પૂછ્યુ કે ઐતિહાસિક લાલ કિલ્લા સામે મોટા મોટા કંટેનર લગાવીને આ શું સાબિત કરવા માંગી રહ્યા છે? ટિકેતે કહ્યુ, લાલ કિલ્લા તેમની જાગીર તો નથી? અમે પોતાનો હક માંગ્યો તો અમને આતંકવાદી, ખાલિસ્તાની ગણાવી દીધા હતા.

રાકેશ ટિકેતે કહ્યુ કે દરેક ખેડૂત તિરંગાનું સમ્માન કરે છે. ખેડૂત નેતાએ કહ્યુ, અમે કાલે આઝાદીની ઉજવણી કરીશુ, મીઠાઇઓ વહેચીશુ અને ઝંડો લહેરાવીશું. કાલે અહીથી કોઇ દિલ્હી કૂચ નથી કરી રહ્યો.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ કિલ્લા સામે મુખ્ય રસ્તા પર મોટા મોટા કંટેનરલ લગાવી દીધા છે જેથી કોઇ પણ લાલ કિલ્લા સુધી પહોચી ના શકે. દિલ્હી પોલીસના સુત્રોએ જણાવ્યુ કે આવુ સુરક્ષાના કારણોસર કરવામાં આવ્યુ છે. 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ લાલ કિલ્લા પર તિરંગાને હટાવીને ધાર્મિક ઝંડો ફરકાવી દીધો હતો, આ સિવાય લાલ કિલ્લા પરિસરમાં હિંસા કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat