Gujarat Exclusive > આપણી જરૂરિયાત > RBIએ વ્યાજદરોમાં કોઇ બદલાવ નથી કર્યો, GDP ગ્રોથ રેટ 9.5% પર યથાવત

RBIએ વ્યાજદરોમાં કોઇ બદલાવ નથી કર્યો, GDP ગ્રોથ રેટ 9.5% પર યથાવત

0
44

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં કોઇ પણ બદલાવ ના કરવાનો નિર્ણય કર્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત રહેશે. દાસે કહ્યુ કે હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. MPCની આશા અનુસાર ઇકોનૉમી આગળ વધી રહી છે. વેક્સીનેશનથી ઇકોનૉમીમાં સુધાર આવી રહ્યો છે.

શુક્રવારે ત્રણ દિવસીય બેઠક બાદ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, ‘આરબીઆઇએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ બદલાવ કર્યો નથી. રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35%નો દર યથાવત છે. મહત્વપૂર્ણ છે કે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની ધરાવતી મૌદ્રિક નીતિ સમિતિ (MPC)એ અંતિમ વખત 22 મે, 2020માં રેપો રેટ દરમાં બદલાવ કર્યો હતો.

ઇકોનૉમીમાં ઝડપથી થઇ રહ્યો હતો સુધારો

આરબીઆઇ ગવર્નરે કહ્યુ કે રિઝર્વ બેન્ક સતત આ પ્રયાસ કરશે કે મોંઘવારી દર ટાર્ગેટની અંદર રહે, તેમણે કહ્યુ કે MPCના તમામ 6 સભ્યોએ સહમતિથી પૉલિસી રેટમાં બદલાવ ના કરવાનો નિર્ણય કર્યો છે. દાસે કહ્યુ કે ઇકોનૉમીમાં ઝડપથી સુધારાના સંકેત મળી રહ્યા છે પરંતુ કોર ઇનફ્લેશન હજુ પણ પડકાર બનેલો છે. જુલાઇ-સપ્ટેમ્બરમાં છુટક મોંઘવારી દર અનુમાનથી ઓછુ હતુ.

આ પણ વાંચો: કોઇ પણ બહારની શક્તિને અમારી સીમામાં ઘુસવા નહી દેવામાં આવે- એર ચીફ માર્શલ વીઆર ચૌધરી

GDPનો ગ્રોથ રેટ 9.5% પર યથાવત

શક્તિકાંત દાસે કહ્યુ કે MPCની ગત બેઠકના મુકાબલે આ વખતે ભારતની સ્થિતિ વધુ સારી છે. ગ્રોથ મજબૂત બની રહ્યો છે અને મોંઘવારી દર પર આશાથી સારી સ્થિતિમાં છે. મૉનેટરી પૉલિસી કમિટીએ ફિસ્કલ યર 2021 માટે GDPનો ગ્રોથ રેટ 9.5 % પર યથાવત રાખ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat