Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREKING: જમાલપુર શિફા હોસ્પિટલમાંથી દર્દીએ કર્યો આપઘાત

BREKING: જમાલપુર શિફા હોસ્પિટલમાંથી દર્દીએ કર્યો આપઘાત

0
524

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી શીફા હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસથી કોરોનાની સારવાર લઈ રહેલા વૃધ્ધે અગમ્ય કારણોસર હોસ્પિટલમાંથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો. આ બનાવની જાણ થતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતા. પોલીસે તે સાથે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

61 વર્ષના એન્ડ્રુસ રસિકલાલ મેકવાન પાંચ દિવસ પહેલા કોરોનાના લીધે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે શિફા હોસ્પિટલમાં ચોથા માળ પરના આઇસીયુ વોર્ડમાં હતા. તેમને ઓક્સિજનની તકલીફ હોવાના લીધે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને ત્યાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓની તબિયતમાં સુધારો થવાના લીધે તેમને આગામી દિવસોમાં ચોથા માળ પર આવેલા જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના હતા. તેમની આત્મહત્યાની તેમના પરિવારજનોને ખબર પણ ન હતી, પરિવારજનોનો હોસ્પિટલ પર તેવો આરોપ છે કે તેમણે આત્મહત્યા કરી હતી કે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો તે કેવી રીતે ખબર પડે. પોલીસને આ કિસ્સામાં સઘન તપાસ કરવા પણ વિનંતી કરી છે.

આ પણ વાંચો: આયુષ્માન ભારત યોજનાઃ અમદાવાદ ગ્રામ્યના લાભાર્થીઓના કુલ 74 કરોડના 29,805 ક્લેમ મંજૂર

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલના કોરોના દર્દીનું મોત હોસ્પિટલના સ્ટાફવાળા દ્વારા મારવાના લીધે થયુ હોવાની ઘટના હજી તાજી જ છે. તેથી કુટુંબીજનોને ડર છે કે તેમના આ સગા સાથે પણ આવું ન થયું હોઈ શકે. તેઓ પ્રતિકાર કરવાની સ્થિતિમાં જ ન હતા. કુટુંબીજનોને ડર છે કે તેમના આ વડીલ સાથે પણ ક્યાંક રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું નથીને. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલના કેસમાં દર્દીને હોસ્પિટલના સ્ટાફે મારતા તેનું ત્રણ દિવસ પછી અવસાન થયું હતું. આ તો કોઇકે તેમનો આવો વિડીયો ઉતારી લેતા આ વાત પ્રકાશમાં આવી હતી, નહી તો તેની કોઈને ખબર પણ પડી ન હોત.

જો તેઓએ આત્મહત્યા કરવી હોત તો તે પછી સાજા થવા માટે હોસ્પિટલમાં શું કામ દાખલ થયા હોત. તેથી પોલીસ જો પોસ્ટમોર્ટમ કરે તો કદાચ તેમાથી કોઈ વિગત બહાર આવે. હવે જે વ્યક્તિ સાજી થવાની તૈયારીમાં હોય અને આઇસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ થવાની હોય તે આત્મહત્યા શું કામ કરે તેવો સવાલ કુટુંબીજનો પૂછી રહ્યા છે.