Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભારતની નવી શિક્ષણ નીતિના ઉદ્દેશ્યોને બંધારણના મૂળભૂત અધિકારોથી અલગ રાખીને જોઇ શકાય નહીં

ભારતની નવી શિક્ષણ નીતિના ઉદ્દેશ્યોને બંધારણના મૂળભૂત અધિકારોથી અલગ રાખીને જોઇ શકાય નહીં

0
457

ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જે જૂલાઈના અંતિમ સપ્તાહમાં લાગૂ કરવામાં આવી તેની પ્રસ્તાવનામાં જ તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, શિક્ષણનું ઉદ્દેશ્ય એવો આદર્શ મનુષ્ય તૈયાર કરવાનો છે, જે જિજ્ઞાસુ અને તાર્કિક ક્ષમતાઓથી યુક્ત હોય, જેમાં ધીરત અને સહાનુભૂતિના ગુણ હોય, સાહસ અને ફ્લેક્શિબલિટી (સુગમતા) હોય, વૈજ્ઞાનિક ચૈતના હોય, પરિપક્વ નૈતિક મૂલ્ય હોય, તેવા નાગરિક જ તે સમાજનું નિર્માણ કરવામાં સક્ષમ હશે જેની કલ્પના ભારતના બંધારણ દ્વારા કરવામાં આવી છે.

એક એવો સમાજ જે ન્યાય પ્રિય હોય, સમાવિષ્ટ છે અને વિવિધતા અને બહુવચનોને પોતાની સાથે લઇને ચાલતો હોય જે ભારતની સાચી ઓળખ છે. નવી શિક્ષણ નીતિમાં તે મૂળભૂત નૈતિક, માનવીય અને બંધારણીય મૂલ્ય છે જે શિક્ષણ વ્યવસ્થાને નિર્દેશિત કરશે. વિદ્યાર્થીઓમાં એવા ગુણોને વિકસિત કરવામાં આવે કે જેથી તેમનામાં સહાનૂભૂતિ આવે, તેઓ અન્ય લોકોનું સન્માન કરે, સ્વચ્છતાનું મહત્વ સમજે, તેમનામાં વિનમ્રતા હોય, લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે પ્રેમ હોય અને સેવા ભાવ હોય. તેઓ સાર્વજનિક સંપત્તિનું સન્માન કરવાનું શીખે, તેમનામા વૈજ્ઞાનિક ચેતનાનો વિકાસ થાય, તેમને સ્વતંત્રતા, જવાબદારી, સમાનતા અને ન્યાયના મૂલ્યોનું જ્ઞાન હોય અને તેઓ વિવિધતાનું સન્માન કરે.

આમ, બંધારણીય મૂલ્યોની જાળવણીને ભારતની નવી શિક્ષણ નીતિના મુખ્ય ઉદ્દેશો તરીકે સ્વીકારવામાં આવી છે. અહીં તે જણાવવું જરૂરી છે કે ભારતનું બંધારણએ નિશ્ચિત સમયે ઘટતી ઘટના નથી, પરંતુ તેની પાછળ આઝાદી માટેનો લાંબો સંઘર્ષ છે. તેની સુરક્ષા કરવાની જવાબદારી માત્ર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની જ નહીં પણ દરેક ભારતીય નાગરિકની ફરજ પણ છે.

સ્વર્ણસિંહ સમિતિ અને મૂળભૂત ફરજો
આપણા બંધારણનો એક-એક શબ્દ હજારો વર્ષની સભ્યતા, સંસ્કૃતિ અને જીવન મૂલ્યોને પ્રતિસ્થાપિત કરવાની કોશિશ કરે છે. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં જ તેઓ લક્ષ્ય સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. મૂળ અધિકારોની વ્યવસ્થા, બંધારણીય ઉપચારોનો અધિકાર, નીતિ નિર્દેશક તત્વોનો ઉલ્લેખ બધા જ આની ઉદ્દઘોષણા કરે છે.

ભારતનું બંધારણ 1950માં લાગૂ થયો. તેના કેટલીક જોગવાઈઓ એવી પણ છે, જે પાછળથી જોડવામાં આવી છે. જેમાંથી એક છે સંવિધાનના મૂળ ફરજો. બંધારણમાં નાગરિકોને માત્ર મૂળ અધિકાર પ્રદાન કરવામાં આવ્યા છે.

સરદાર સ્વર્ણ સિંહની અધ્યક્ષતામાં 1976માં એક સમિતિની રચના કરવામાં આવી, જેનું ઉદ્દેશ્ય મૂળભૂત ફરજોના સંબંધમાં સૂચનો આપવાનો હતો. આ સમિતિએ બંધારણમાં મૂળભૂત ફરજોના અધ્યાયને સામેલ કરવાની સલાહ આપી. તેમની ભલામણો અનુસાર સંવિધાનમાં 42માં સશોધન (સુધારાઓ) દ્વારા મૌલિક કર્તવ્યો (મૂળભૂત ફરજો)માં એક અલગ અનુચ્છેદ 51 (ક) હેઠળ જોડવામાં આવ્યો.

મૂળ રૂપથી પહેલા માત્ર દસ ફરજોને આમાં જોડવામાં આવી હતી પરંતુ 2002માં 86માં બંધારણીય સંશોધન દ્વારા આની સંખ્યા 11 કરી દેવામાં આવી.

મૂળભૂત ફરજોની કલ્પના સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના બંધારણમાંથી અપનાવવામાં આવી હતી. આ મૂળ ફરજો નીચે મુજબ છે.

મૂળભૂત ફરજો Vs મૂળભૂત અધિકાર
મૂળભૂત અધિકાર રાજ્યના પોતાના નાગરિકો પ્રત્યે ફરજોને દર્શાવે છે જ્યારે મૂળભૂત ફરજો રાજ્યના નાગરિકો પાસેથી તે આશા રાખે છે કે, તે પણ રાજ્ય પ્રત્યે પોતાની ફરજોને નિભાવે. પ્રખ્યાત આદર્શવાદી પશ્ચિમી ચિંતક ટી.એચ. ગ્રીનએ કહ્યું, “અધિકાર અને ફરજો એ એક સિક્કાની બે બાજુ છે.”

અધિકારોનું ત્યારે કોઈ મહત્વ રહી જતું નથી, જ્યારે આપણે માત્ર કંઇક મેળવવા ઈચ્છીએ છીએ અને પોતાની ફરજો નિભાવતા નથી. ભારતીય સંસ્કૃતિ પણ ફરજ પાલન પર જોર આપતી રહી છે. ગીતામાં કહેવામાં આવ્યું છે- ‘कर्मण्ये वाधिकारस्ते ’અર્થાત કર્મમાં જ વ્યક્તિનો અધિકાર છે.

26 નવેમ્બર 2019 ના રોજ ભારતીય બંધારણ સ્વીકારવાની 70 મી વર્ષગાંઠ પર સંસદના સંયુક્ત અધિવેશનમાં સંસદસભ્યોને સંબોધન કરતા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ભાર મૂક્યો હતો કે અધિકાર અને ફરજો એકબીજા સાથે ખુબ જ ઉંડાણપૂર્વક જોડાયેલા છે.

જેવી રીતે ભારતનું બંધારણ તમામ નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, તો જાહેર જનતાની સંપત્તિને નુકસાન ના પહોંચાડવા અને હિંસાના કામોથી દૂર ન રહેવાની પણ તેમની ફરજ નિભાવવાનું કહે છે. જો કોઈ અન્ય નાગરિક તેમને હિંસા અને તોડફોડ કરવાથી રોકે છે તો તે એક કર્તવ્યપરાયણ નાગરિક છે. જ્યારે એક નાગરિક પોતાના કર્તવ્યોનું પાલન કરે છે તો તે પરિસ્થિતિઓ સ્વયં ઉત્પન્ન થાય છે, જ્યાં તેના અને અન્ય નાગરિકોના અધિકારોનું રક્ષણ થઇ શકે.

આ દષ્ટિથી જોવામાં આવે તો આ કામ શિક્ષણ દ્વારા કરી શકાય છે. શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓમાં માનવતાના ગુણ, નૈતિક અને બંધારણીય મૂલ્યોનું સંચાર કરે. તેમનું સમગ્ર વિકાસ કરીને તેમના સાચા અર્થમાં માનવ બનાવે. આપણી નવી શિક્ષણ નીતિ સર્વાગીય વિકાસની આ વ્યાખ્યા પર આધારિત છે. આપણે આ લક્ષ્યને કેટલો અને કેવી રીતે પ્રાપ્ત કરીશું તે તો આનો યોગ્ય સમયે આનું અમલીકરણ જ બતાવશે.