Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 13 હજારને પાર, નવા 363 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 13 હજારને પાર, નવા 363 કેસ નોંધાયા

0
628

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13,273 થઇ ગઇ છે. જ્યારે મૃતકઆંક 802 થઇ ગયો છે.

રાજ્યમાં કોરોના વાયરસના નવા 363 પોઝિટિવ કેસ

અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 જ્યારે અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 166152 ટેસ્ટ કરાયા. જેમાંથી 153242 નેગેટિવ જ્યારે 12910 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસના ટોટલ કેસ 9449 થઇ ગયા છે. સુરતમાં 1227, વડોદરામાં 750, ગાંધીનગર 198, ભાવનગર 114, બનાસકાંઠા 99, આણંદ 85, રાજકોટ 82,અરવલ્લી 93, મહેસાણા 93, પંચમહાલ 72, બોટાદ-56, મહીસાગર 77,પાટણ 69, જામનગર 46, સાબરકાંઠા 52, કચ્છ 61, ભરૂચ 37,ગીર-સોમનાથ 34,છોટાઉદેપુર 22, વલસાડ 17,નર્મદા 15,દેવભૂમિ દ્વારકા 12,જૂનાગઢ 15, નવસારી 14,પોરબંદર 5,સુરેન્દ્રનગર 16,મોરબી 2,તાપી 3,ડાંગ 2,અમરેલી 2,અન્ય રાજ્ય 5 સાથે ગુજરાતમાં કુલ 12,910 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર, નવા 395 કેસ નોંધાયા