Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસની સંખ્યા 20 હજારને પાર

ગુજરાતમાં કોરોના વાયરસની સંખ્યા 20 હજારને પાર

0
509

ગુજરાતમાં અનલૉક 1. બાદ કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસથી મૃતકઆંક પણ વધ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 480 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 30 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 20097 થઇ ગઇ છે. રાજ્યમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1249 લોકોના મોત થયા છે.

આજે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 318, સુરત 64, વડોદરા 35, ગાંધીનગર 19, મહેસાણા 6, બનાસકાંઠા 6, પાટણ 5, ખેડા 4, સુરેન્દ્રનગર 4, રાજકોટ 3, આણંદ 3, ભાવનગર 2, ભરૂચ 2, વલસાડ 2, અરવલ્લી 1, કચ્છ 1, દાહોદ 1, નવસારી 1, અમરેલી 1, અન્ય રાજ્ય 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં 30 વ્યક્તિઓનાં કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં-21, સુરતમાં – 2, બનાસકાંઠા- ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટ ખાતે 1 વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1249 મૃત્યુ નોંધાયા છે.

ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી