Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા 10 હજારને પાર

અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા 10 હજારને પાર

0
666

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 27 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 289 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13669 થઇ ગઇ છે. જ્યારે મૃતકઆંક 829 થઇ ગયો છે. અમદાવાદમાં કોરોના કેસનો કુલ આંક 10 હજારને પાર થઈ ગયો છે.

જાણો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલા મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 829 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.

હાલ ગુજરાતમાં 73 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 73 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 6598 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 178068 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 13669 પોઝિટિવ આવ્યા છે તો 164399 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

સરખા નામ હોવાને કારણે SVP હોસ્પિટલમાં વિવાદમાં

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. તમામ ડોક્ટરો ખડપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આજ રોજ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં એક અનોખી ઘટના સામે આવી હતી. જેમાં બે સમાન નામ ધરાવતા કોરોના દર્દીમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવતા પોઝિટિવ વાળા દર્દીને રજા આપતા હોસ્પિટલ તંત્ર હરકતમાં જોવા મળ્યું હતું.

સરખા નામ હોવાને કારણે SVP હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કર્યા અને નેગેટિવને હોસ્પિટલમાં એડમિટ