Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યુ

દેશમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યુ

0
5853

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 31 મે સુધી દેશવ્યાપી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. લોકડાઉન-4 હવે 14 દિવસનો હશે જેનો સમય 31 મે સુધી રાખવામાં આવ્યો છે. આ નિયમના કાયદાની થોડી વારમાં જાહેરાત થશે. લોકડાઉન-3નો સમય આજે પૂર્ણ થવાનો હતો. 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પ્રથમ વખત તાળાબંધીની જાહેરાત કરી હતી ત્યારે દેશમાં કોરોના વાયરસના લગભગ 300 દર્દી હતા. આજે 90 હજારથી વધુ દર્દી થઇ ગયા છે.

લગભગ 53 દિવસ બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા 90 હજારને પાર પહોચી ગઇ છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 53946 છે, 34108 લોકોની સારવાર કરવામાં આવી છે અને 2872 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારે આ લોકડાઉન 21 દિવસનું હતું. તે બાદ લોકડાઉન 2ની જાહેરાત કરવામાં આવી હતી, જેનો સમય 3 મે સુધી હતો. તે બાદ ફરી લોકડાઉનને 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યુ હતું.

મહારાષ્ટ્રે કરી લોકડાઉન-4ની જાહેરાત 31 મે સુધી લગાવ્યો પ્રતિબંધ