નવી દિલ્હી: દિલ્હીનું રાજપથ હવે કર્તવ્ય પથ બની ગયુ છે, તેને NDMCની મંજૂરી પણ મળી ગઇ છે. આ દરમિયાન આપણે કર્તવ્ય પથનો આખો ઇતિહાસ જાણીયે.
Advertisement
Advertisement
વર્ષ 1911માં ત્યારે દિલ્હી દરબારમાં સામેલ થવા માટે કિંગ જોર્જ પંચમ ભારત આવ્યા હતા, તે સમયે કોલકાતાની જગ્યાએ દિલ્હીને ભારત (બ્રિટિશ શાસન)ની રાજધાની બનાવવાની જાહેરાત થઇ હતી, માટે અંગ્રેજોએ કિંગ જોર્જ પંચમના સમ્માનમાં આ જગ્યાનું નામ કિંગ્સવે રાખ્યુ હતુ. કિંગ્સવે નામ સેંટ સ્ટીફેન્સ કોલેજના ઇતિહાસના પ્રોફેસર પર્સિવલ સ્પિયરે આપ્યુ હતુ. કિંગ્સ વેનો અર્થ રાજાનો રસ્તો થાય છે.
કિંગ્સવેના રૂપમાં આ રસ્તો બ્રિટિશ હુકૂમતની શાહી ઓળખનું પ્રતીક હતી. સ્વતંત્રતા બાદ 1955માં તેનું નામ બદલીને રાજપથ કરવામાં આવ્યુ હતુ, જે એક રીતે કિંગ્સવેનું જ હિન્દી અનુવાદ હતુ. આઝાદી પછી પ્રિંસ એડવર્ડ રોડને વિજય ચોક, ક્વીન વિક્યોરિયા રોડને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, કિંગ જોર્ડ એવેન્યૂ રોડનું નામ બદલીને રાજાજી માર્ગ કરવામાં આવ્યુ હતુ. આ મહત્વપૂર્ણ રસ્તાના નામ અંગ્રેજી બ્રિટિશ સમ્રાટોના નામ પર હતા.
હવે ફરી એક વખત ઇતિહાસમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ઔપનિવેશિક વિચાર દર્શાવનારા પ્રતીકોને સમાપ્ત કરવા પર ભાર મુક્યો હતો. જોકે, ગત આઠ વર્ષમાં કેટલાક નામ બદલવામાં આવી ચુક્યા છે, પછી તે શહેરના નામ બદલવાનું હોય કે પછી રસ્તા અને સંસ્થાઓનું નામ. વર્ષ 2015માં રેસકોર્સ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યુ હતુ જ્યા વડાપ્રધાનનું ઘર છે. વર્ષ 2015માં ઓરંગજેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યુ હતુ. વર્ષ 2017માં ડલહૌજી રોડનું નામ બદલીને દારાશિકોહ રોડ કરવામાં આવ્યુ હતુ.
મહત્વપૂર્ણ છે કે કર્તવ્ય પથ રાયસીના હિલ્સ પર બનેલા રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને વિજય ચૌક, ઇન્ડિયા ગેટ અને પછી નવી દિલ્હીના રસ્તા પર થઇને લાલ કિલ્લા પર ખતમ થાય છે, આ રસ્તા પર દર 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે પરેડ કરવામાં આવે છે.
Advertisement