Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જનતા કર્ફ્યૂ: ગુજરાતના નાના વેપારીઓને એક દિવસમાં ₹15 કરોડનું નુકશાન

જનતા કર્ફ્યૂ: ગુજરાતના નાના વેપારીઓને એક દિવસમાં ₹15 કરોડનું નુકશાન

0
352

ભારત સહિત વિશ્વના 188 દેશોમાં કોરોનાએ પોતાનો કાળો કહેર વરસાવ્યો છે. કોરોનાવાયરસના કારણે દુનિયાભરના લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. કોરોનાવાયરસની ભારત ઉપર પણ માર પડી રહી છે. ભારતને પણ જાનહાનીની સાથોસાથ આર્થિક નુંકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. પહેલાથી મંદ અર્થતંત્ર જાણે ઠપ્પ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએટી) એ પીએમ મોદીના જનતા કર્ફ્યુમાં ભાગ લીધો હતો. વેપારીઓએ તેમની સંસ્થાઓ બંધ રાખી અને તેઓ અન્ય લોકોની જેમ તેમના ઘરોમાં રોકાઈ રહ્યા છે. જો કે તેનાથી દેશભરના નાના વેપારીઓને લગભગ 15 હજાર કરોડનું નુકસાન થયું છે.

પીએમ મોદીએ આપેલા જનતા કર્ફ્યુમાં 7 કરોડ વેપારી અને તેમના 4 કરોડ કર્મચારીઓ શામેલ થયા હતાં. કેટના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલનું કહેવું છે કે, દુકાનદારોએ ખુશીથી આ ખોટ સહન કરી છે. એટલું જ નહીં, ખંડેલવાલે વડા પ્રધાન મોદીને કોરોના વાયરસ સામે રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કરવાની અપીલ કરી છે. સીએટીએ વેપારીઓને આર્થિક પેકેજ આપવાની પણ તાકીદ કરી છે.

સીએટીના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલના જણાવ્યા મુજબ, દેશના સાત કરોડથી વધુ વેપારીઓ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના નેતૃત્વ હેઠળ, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુની હાકલને સમર્થન આપીને તેમના વ્યવસાયો બંધ કરી દીધા છે. વેપારીઓ સહિત તેમના લગભગ 40 કરોડ કર્મચારીઓ પણ તેમના ઘરે રહીને જનતા કર્ફ્યુમાં જોડાયા હતા. દેશભરમાં આશરે 60 હજાર જેટલા વ્યાપારી બજારો સંપૂર્ણ બંધ હતા. ક્યાંય પણ ધંધાઓ ચાલુ નથી.

લગભગ એક કરોડની સંખ્યા ધરાવતા ટ્રાન્સપોર્ટ, લગભગ ચાર કરોડ કામદારો અને બે કરોડથી પણ વધુ લઘુ ઉદ્યોગોએ પણ તેમનો વ્યવસાય બંધ રાખ્યો હતો. આ બધાએ જનતા કર્ફ્યુમાં પણ ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન, ઓલ ઇન્ડિયા વકર્સ ફેડરેશન, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઇ ડેવલપમેન્ટ ફોરમ, ઓલ ઇન્ડિયા લેડિઝ એન્ટરપ્રિન્યર્સ એસોસિએશન, ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, ભારતીય કિસાન મંચ રાષ્ટ્રીય સંગઠનો વગેરે લોકો પણ જનતા કર્ફ્યુમાં જોડાયા હતા અને વડા પ્રધાનની અપીલને સફળ બનાવી છે.

વડાપ્રધાનને આ અંગે સીએટીએ મોકલેલા પત્રમાં કહ્યું હતું કે, કોરોના વાયરસના કેસ જે ગતિથી વધ્યા છે, તે ચિંતાજનક છે. જોકે સરકાર તેની તરફેણથી કોરોનાને રોકવા માટે તમામ પગલાઓ અપનાવી રહી છે, તેમ છતાં દેશને સામૂહિક ચેપથી બચાવવો જરૂરી છે. આંશિક લોકડાઉન પહેલાથી જ ઘણા રાજ્યોમાં કાર્યરત છે, તેથી દેશના તમામ વિભાગો અને નાગરિકો સરકાર દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય લોકડાઉનમાં સરકારને ટેકો આપે.

કેટે એમ પણ કહ્યું હતું કે, કરિયાણા અને દવાઓ દુકાનો, ડેરી ઉત્પાદનો અને રહેણાંક વસાહતોના સામાન્ય સ્ટોર્સને લોકડાઉનમાંથી છૂટ આપી શકાય છે. લોકોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. આમ હસતા મોઢે કારોડોનું નુંકશાન આ વ્યાપારી સંસ્થાઓએ સહન કરી લીધું છે.

વિશ્વના 188 દેશોમાં કોરોનાનો હાહાકાર: 13,746 લોકોના મોત, ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત