Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શ્રમિક માતા નાની બાળકીને એક પગમાં ચપ્પલ સાથે ચાલી નિકળી વતન જવા

શ્રમિક માતા નાની બાળકીને એક પગમાં ચપ્પલ સાથે ચાલી નિકળી વતન જવા

0
672

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને લઈ સરકારે લોકડાઉન વધારી દીધું છે, ત્યારે આ લોકડાઉનમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો ગુજરાત રાજયમાં બહારથી આવેલા પરપ્રાંતીય શ્રમિકોને પડી રહી છે. ત્યારે આજ રોજ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર એક મહિલા પોતાની બાળકીને પગમાં ચપલ વગર વતન જવાની ઉતાવળમાં નિકળી પડી હતી. બસ, કોઈ પણ રીતે વતન પહોંચવાની તાલાવેલી હતી, સામે ગમે તેટલા પડકાર આવે તો પણ ચિંતાની કોઈ વાત નહીં.

પરપ્રાંતીય શ્રમિકોની વતન ભણીની દોટ વણથંભી છે. કોઈ પણ પરિસ્થિતિ સાથે બાથ ભીડી શ્રમિકોને વતનની રાહ પકડવી છે. સ્થળાંતર કરતાં આ શ્રમિકોની તકલીફના અનેક કિસ્સા આપણને ધ્રુજાવી નાખે છે. નરોડા મેમ્કોથી એક શ્રમિક માતા પોતાની નાની બાળકી સાથે ભડભડતા તાપમાં કાલુપુર ચાલતા આવી હતી. કારણ, તેને અહીંથી બસ પકડવી હતી. રસ્તામાં બાળકીનું એક ચપ્પલ તૂટી ગયું પણ કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે ચાલવાનું તો ચાલુ જ રાખ્યું. બસ, કોઈ પણ રીતે વતન પહોંચવાની તાલાવેલી હતી, સામે ગમે તેટલા પડકાર આવે તો પણ ચિંતાની કોઈ વાત નહીં.

તમને જણાવી દઈએ કે, તેલંગાણાનાં વારંગલમાં સૌને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કૂવામાંથી એક બાદ એક 9 મૃતદેહો મળી આવતા ભારે હડકંપ મચી ગયો છે. પોલીસે તમામ શ્રમિકોનાં મૃતદેહને નીકાળ્યાં બાદ પોસ્ટમોર્ટમ માટે તેને મોકલી દીધાં છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક તમામ શ્રમિકો બંગાળ અને બિહારનાં છે. ઉપરાંત જે-જે મૃતકો છે તેમાં બાળકો અને મહિલાઓનાં મૃતદેહ પણ છે.

માંગતા હતાં ઘરે જવા પરંતુ…

પોલીસે જણાવ્યું કે નવ મૃતદેહોમાં એક બાળક અને એક મહિલાનો મૃતદેહ પણ શામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે 7 લોકો પશ્ચિમ બંગાળનાં અને બે મજૂર બિહારનાં હતાં. આ લોકો તેલંગાણામાં કમાણીનાં અર્થે આવ્યાં હતાં. લોકડાઉન લાગ્યાં બાદ તેમની આવક એકાએક અટકી જતા તેઓ પરેશાન હતાં. તેઓ પોતાનાં વતન જવાના હતાં પણ અચાનક ગુમ થઈ ગયાં.

તેલંગણામાં સામે આવી હૃદય કંપાવનારી ઘટના, કૂવામાંથી મળી આવ્યાં 9 પ્રવાસી શ્રમિકોનાં મૃતદેહ