Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કાલુપુર ચોખા બજારમા ભીષણ, 10થી વધુ દુકાનોને ભારે નુકસાન

કાલુપુર ચોખા બજારમા ભીષણ, 10થી વધુ દુકાનોને ભારે નુકસાન

0
561

અમદાવાદના કાલુપુર વિસ્તારની ચોખા બજારમા ભીષણ આગ લાગી હતી. આ આગની ચપેટમાં 15 દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. આગની જાણ ફાયરમાં કરતા તાત્કાલિક કાફલો ઘટના સ્થળેે આવી પહોંચ્યો હતો.અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા,જેથી 4 કલાકની ભારે મહેનત બાદ આ આગ કાબુમાં આવી હતી.

કાલુપુરમાં આવેલા ચોખાબજારમાં આવેલી દુકાનોમાં મોડી રાતે આગ લાગી હતી. આગના પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. રાતે 1.30 વાગ્યે એક દુકાનમાં આગ લાગ્યા બાદ બાજુમાં આવેલી એક પછી એક એમ 15 જેટલી દુકાનોમાં આગ ફેલાઈ હતી. કરિયાણાની અને ફ્રાયફ્રુટની દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું.

વધુમાં તમને જણાવી દઈએ કે, થોડાક દિવસો પહેલા જ બાપુનગર ખાતે આવેલ ભીડભંજન પાસે કાપડ બજારમાં ભયાનક આગ લાગી હતી જેમાં લાખો રુપિયાનું નુકસાન થયું હતું. થોડાક જ સમયમાં આ આગે અડધા કાપડ બજારને ચપેટમાં લેતા 20થી વધારે દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી.

જાણો કેટલા ભણેલા છે ગુજરાત પર રાજ કરનારા નેતાઓ?