સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડકપ રમી રહી છે. આઇપીએલની ટીમ મિની ઓક્શન પહેલા ખેલાડીઓની યાદી ફાઇનલ કરવામાં લાગેલી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવુ કહેવામાં આવે છે કે 16 ડિસેમ્બરે આઇપીએલ મિની ઓક્શન યોજાઇ શકે છે. જ્યારે આઇપીએલ ટીમને રિટેન ખેલાડીઓની ફાઇનલ યાદી આપવાની અંતિમ તારીખ 16 નવેમ્બર છે.
Advertisement
Advertisement
BCCI ઇંસ્તંબુલમાં મિની ઓક્શન કરાવવા પર કરી રહ્યો છે વિચાર
આઇપીએલ ટીમ વધુમાં વધુ 15 ખેલાડીઓને રિટેન કરી શકે છે જ્યારે બાકી 10 ખેલાડીઓને રિલીઝ કરવા પડશે. આઇપીએલ ટીમ વધુમાં વધુ 25 ખેલાડીઓને ટીમમાં રાખી શકે છે. જ્યારે ઓછામાં ઓછા 18 ખેલાડીઓને રાખવા પડશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આઇપીએલ મિની ઓક્શનનું આયોજન ઇંસ્તંબુલમાં યોજાઇ શકે છે. બીસીસીઆઇ ઇસ્તંબુલમાં મિની ઓક્શન કરાવવા માટે તૈયાર છે. જોકે, આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલને આ અંતિમ નિર્ણય લેવાનો છે. જ્યારે આઇપીએલ 2023 માર્ચના અંતિમ અઠવાડિયામાં શરૂ થઇ શકે છે.
કઇ ટીમ પાસે કેટલા રૂપિયા
પંજાબ કિંગ્સ: 3.45 કરોડ રૂપિયા
લખનઉં સુપર જાયન્ટ: 0
રોયલ ચેલેન્જર્સ બેંગલુગૂ: 1.55 કરોડ રૂપિયા
રાજસ્થાન રોયલ્સ: 95 લાખ રૂપિયા
કોલકાતા નાઇટ રાઇડર્સ: 45 લાખ રૂપિયા
ચેન્નાઇ સુપરકિંગ્સ: 2.95 કરોડ રૂપિયા
ગુજરાત ટાઇટન્સ: 15 લાખ રૂપિયા
મુંબઇ ઇન્ડિયન્સ: 10 લાખ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદ: 10 લાખ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ: 10 લાખ રૂપિયા
Advertisement