Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશની રક્ષા કરતા 27000 સૈનિકોને ઇન્ડિયન આર્મી છુટા કરશે, 1600 કરોડની થશે બચત

દેશની રક્ષા કરતા 27000 સૈનિકોને ઇન્ડિયન આર્મી છુટા કરશે, 1600 કરોડની થશે બચત

0
4475

ઇન્ડિયન આર્મી પોતાના 27,000 સૈનિકોને છુટા કરવા પર વિચાર કરી રહી છે. જે સૈનિકોની છટણી કરવાની છે, તે આર્મીની રેગ્યુલર ફીલ્ડ ફોર્મેશન અને યૂનિટનો ભાગ નથી અને માત્ર સંગઠનના સ્તર પર કામ કરે છે. રિપોર્ટ અનુસાર, આ છટણીથી સેનાને આશરે 1600 કરોડ રૂપિયાની બચત થશે.

મહત્વપૂર્ણ છે કે આર્મીમાં આ સમયે સાડા 12 લાખ સૈનિક અને અધિકારી કાર્યરત છે. હવે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સેનાને મજબૂત,મારક અને પ્રભાવશાળી બનાવવા માટે તેની સાઇઝમાં કેટલોક કાપ મુકવામાં આવે, જેથી સેનાના બજેટનો વધુ ભાગ તેને આધુનિક બનાવવા પર ખર્ચ કરી શકાય. આ રિપોર્ટ અનુસાર અત્યારે સેનાના 80 ટકાથી વધુ બજેટ સેલેરી અને દરરોજના ખર્ચા પુરા કરવામાં જ ઉપયોગ થઇ જાય છે અને સેનાના આધુનિકીકરણ માટે ઘણુ ઓછુ બજેટ બચે છે.

મહત્વપૂર્ણ છે કે સેનાની સંગઠન યૂનિટો જેવી મિલિટ્રી એન્જિનિયર સર્વિસ, નેશનલ કેડેટ કોર્પ્સ, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન, ટેરીટોરિયલ આર્મી અને સૈનિક સ્કૂલ સાથે જ સેનાના ઓપરેશનના હિસાબથી મહત્વપૂર્ણ અસમ રાઇફલ્સ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડમાં આશરે 1,75,000 સૈનિક કામ કરે છે. આ સૈનિક સેનાની સામાન્ય સ્ટેન્ડિંગ આર્મીનો ભાગ નથી અને અન્ય નોન કોર એક્ટિવિટીઝ સાથે જોડાયેલા છે. સેના આ યૂનિટોમાંથી 27,000 સૈનિકોને છુટા કરવાનું વિચારી રહી છે.

સેનાએ આ પ્રસ્તાવને મંજૂરી માટે સંરક્ષણ મંત્રાલયને મોકલ્યુ છે.આગામી 6-7 વર્ષમાં પોતાના કાર્યબળમાં 1.5 લાખ સૈનિકોની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી સેનાને દર વર્ષે 6000-7000 કરોડ રૂપિયાની બચત થશે.

અમદાવાદ-સુરત, CGSTના બાબુઓએ કર્યો ખેલ, 2.5 લાખની પેનલ્ટીના બદલે 50 લાખથી વધુનો તોડ