નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યમાં 60 અલગ અલગ જગ્યાએ NIAની રેડ ચાલી રહી છે. આ ગેન્ગસ્ટર સાથે આતંકી કનેક્શન કેસમાં ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ ગ્રુપ દેશ અને વિદેશની સાથે સાથે ભારતીય જેલમાં સક્રિય છે. તાજેતરમાં NIAના ટોચના અધિકારીઓએ આ કેસને લઇને હરિયાણા અને પંજાબ પોલીસના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ગોલ્ડી બરાર સહિત કેટલાક ગેન્ગસ્ટર્સ વિદેશમાં સક્રિય છે.
Advertisement
Advertisement
હરિયાણાના યમુનાનગરમાં ગેન્ગસ્ટર કાલા રાણાના ઘરે પણ NIAની ટીમ પહોચી છે. રાણાના ઘર બહાર ભારે પોલીસ દળ તૈનાત છે અને તેની માતા-પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. મજીઠા રોડ પર ગેન્ગસ્ટર શુભમના ઘરે પણ NIAની રેડ થઇ રહી છે. NIAની ટીમના ઘરની તપાસ કરી રહી છે. બીજી તરફ પંજાબના મુક્તસરમાં ગોલ્ડી બરારના ઘરે અને ગુરદાસપુરમાં જગ્ગૂ ભગવાનપુરિયાના ઘરે રેડ કરવામાં આવી રહી છે. બન્ને સિદ્ધૂ મૂસેવાલા કેસમાં આરોપી છે.
પંજાબમાં ગેન્ગવોરને લઇને કેન્દ્રએ ગત બે મહિનામાં પંજાબ પોલીસને કેટલાક એલર્ટ મોકલ્યા છે. કેટલાક આતંકી કેસની તપાસમાં ગેન્ગસ્ટર અને આતંકીઓ વચ્ચે સાંઠગાંઠનો ખુલાસો થયો છે. કેટલાક ગેન્સસ્ટર તો જેલના સળિયા પાછળથી ઓપરેટ કરી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી પોલીસે સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં સામેલ કેટલાક ગેન્ગસ્ટર વિરૂદ્ધ UAPA લગાવ્યુ હતુ.
Advertisement