Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોરોના સાથેના યુદ્ધમાં ખોરાકની મહત્વપૂર્ણ ભૂમિકા, આ 5 વસ્તુઓનું રાખો ધ્યાન

કોરોના સાથેના યુદ્ધમાં ખોરાકની મહત્વપૂર્ણ ભૂમિકા, આ 5 વસ્તુઓનું રાખો ધ્યાન

0
102

કોરોના વાયરસ મહામારીનો સંકટ આખા દેશ પર મંડરાઈ રહ્યો છે. ભારત હવે સંક્રમણ ફેલાવવાના કેસમાં દુનિયાના બીજા સ્થાન પર પહોંચી ગયો છે. કોરોના વાયરસની બીજી લહેરમાં પોતાની દેખરેખ રાખવી ખુબ જ જરૂરી છે. તમે તમારા ખોરાકનું ધ્યાન રાખીને પોતાને આ ખતરનાક બિમારીથી બચાવી શકો છો. કેમ કે, એક સારી ડાઈટ ના માત્ર તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરશે પરંતુ કોરોના વાયરસથી તમારૂ રક્ષણ પણ કરશે.

WHO અનુસાર કોરોના વાયરસથી બચાવ માટે પોતાના ખોરાકમાં એવી ચીજોને સામેલ કરવી જોઈએ, જે પોષક તત્વોથી ભરપૂર હોય. તમારે વધારેમાં વધારે વિટામિન, મિનરલ્સ, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીનયુક્ત ચીજોનું સેવન કરવું જોઈએ. તે માટે તમે પોતાના ભોજનમાં તાજા ફળોનો સમાવેશ કરી શકો છો. સાથે જ તમારે પ્રતિદિવસ ચારથી પાંચ લીટર હળવું ગરમ પાણી પીવું જોઈએ.

ખાનપાનને લઈને આ વાતનું ધ્યાન રાખો

– મીઠી વસ્તુઓ ટાળો- WHOના રિપોર્ટ અનુસાર કોરોના વાયરસથી બચાવ માટે એક વ્યક્તિને એક દિવસમાં 6 ચમચીઓથી વધારે ખાંડ ખાવી જોઈએ નહીં. જો તમારે મીઠી વસ્તુઓ ખાવી છે તો તમારે તમારા ડાઈટમાં તાજા ફળોનો સમાવેશ કરવો જોઈએ.

– ફેટ યુક્ત ચીજો ખાવાથી બચો: વધારે ફેટ યુક્ત ચીજો ખાવી શરીર માટે નુકશાનદાર સાબિત થઈ શકે છે. એવામાં માત્ર એક વ્યક્તિને એક દિવસમાં માત્ર 30 ટકા જ ફેટ યુક્ત ચીજોનું સેવન કરવું જોઈએ. WHOના રિપોર્ટ અનુસાર ઓછી ફેટવાળી ચીજો ખાવાથી તમે કોરોના વાયરસથી પોતાનો બચાવ કરી શકો છો.

– દાળ અને કઠોરનું સેવન કરો: લોકોને વધારેમાં વધારે ફાઈબર યુક્ત ચીજોનું સેવન કરવું જોઈએ. દાળ અને બીન્સમાં અનેક રીતના પોષક તત્વો રહેલા હોય છે. આ ફાઈબર અને મિનરલ્સનો સારો સોર્સ છે. એવામાં દાળ અને બીન્સનું નિયમિત રીતે સેવન કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

– પોતાને રાખો હાઈડ્રેટ: ઉનાળામાં તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવું કરવાથી કોઈપણ બિમારીથી બચી શકાય છે. તે માટે પ્રતિદિવસ 8થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. જો તમે હળવા ગરમ પાણીનું સેવન કરો. જે તમને ચૂસ્ત રાખશે.

– વધારે નમકનું સેવન કરવાથી બચો: WHOના રિપોર્ટ અનુસાર વધારે નમકનું સેવન નુકશાનકારણ સાબિત થઈ શકે છે. એવામાં એક વ્યક્તિને એક દિવસમાં લગભગ પાંચ ગ્રામથી વધારે નમકનું સેવન કરવું જોઈએ નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat