Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની સારવાર માટે હોસ્પિટલે દર્દીને પકડાવ્યુ 8.14 કરોડનું બિલ

કોરોનાની સારવાર માટે હોસ્પિટલે દર્દીને પકડાવ્યુ 8.14 કરોડનું બિલ

0
1469

વોશિંગ્ટન: કોરોનાના સંક્રમણના સૌથી વધુ કેસ ધરાવતા અમેરિકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કોરોના સંક્રમિત એક દર્દીને હોસ્પિટલે 11 લાખ ડૉલર (આશરે 8.14 કરોડ રૂપિયા)નું બિલ પકડાવ્યુ છે. માઇકલ ફ્લોર નામના વ્યક્તિનું ઇશાક સ્થિત સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં સારવાર ચાલતી હતી, તેની 62 દિવસ સુધી સારવાર ચાલી હતી અને બિલ મામલે તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જોકે, સરકાર રાહત આપી શકે છે.

માઇકલ ફ્લોર બીમારીને કારણે એટલો નબળો પડી ગયો હતો કે તેની પત્ની અને બાળક પણ તેના સ્વસ્થ થવાની આશા છોડી ચુક્યા હતા. ફ્લોરે જણાવ્યુ કે તેની સારવારના બદલામાં 11 લાખ ડોલરનું બિલ આપવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે ફ્લોરે સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં 62 દિવસ કોરોના વાયરસ સામે લડાઇ લડી હતી અને હોસ્પિટલમાં સૌથી લાંબા સમય સુધી સારવાર કરાવનાર દર્દી બન્યો હતો.

આ પણ વાંચો:  અમદાવાદ “જીવલેણ શહેર”: સૌથી ઊંચા કોરોના મૃત્યુદર માટે જવાબદાર કોણ?

ફ્લોર પાસે સ્વાસ્થ્ય વીમો છે જેમાં છ હજાર ડોલરના કાપ બાદ સામાન્ય રીતે તમામ ખર્ચે વીમાની જોગવાઇ છે. કોંગ્રેસ (સાંસદ)એ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે વિશેષ કાયદો લાગુ કર્યો છે અને સંભવ છે કે ફ્લોરે કોઇ ચુકવણી નહી કરવી પડે. ફ્લોરે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણને માત આપી તેનો તેને વિશ્વાસ નથી થતો.

ડૉક્ટર માઇકલને ‘મિરેકલ ચાઇલ્ડ’ એટલે કે ચમત્કારીક બાળક કહીને બોલાવે છે, કારણ કે કેટલાક અંગોએ કામ બંધ કરી દીધા છતા તેણે કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. એક સમયમાં માઇકલની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેને તેની પત્ની અને બાળકોને અંતિમ સમયમાં તેણે મળવા માટે બોલાવી લીધા હતા.