Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના દર્દીઓની સારવારને લઈ હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો

કોરોના દર્દીઓની સારવારને લઈ હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો

0
375

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આ વધી રહેલા કેસ સામે સરકારની ચિંતાઓ પણ વધી રહી છે. ગુજરાત હાઈકોર્ટે કોરોના સંક્રમણને લઈ ફરી એકવાર સરકારનો ઉઘડો લીધો છે. ત્યારે આજે એક જાહેર હિતની અરજી પર અમદાવાદ સિવિલ અને એસવીપીમાં મળી રહેલી સારવારને લઈ હાઈકોર્ટે જણાવ્યું છે કે, કોરોનાથી પીડિત દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેતી સમયે એમ ન લાગ્વું જોઈએ કે તેની સારવાર થઈ રહી છે.

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને લઈ એસવીપી અને સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ પર્ણે ફુલ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની હાલત વધારે કફોડી જોવા મળી રહી છે અને રિકવરી કરતા સિવિલમાં મોતના આંકડાઓ વધુ જોવા મળી રહ્યા છે. આજે કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપુર્ણ ટિપ્પણી કરી છે. અમદાવાદની એસવીપી અને સિવિલમાં મળી રહેલી સારવાર પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું છે કે, કોરોના પીડિત દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ. દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાયુક્ત જમવાનું આવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. અને આ મામલે પણ હાઈકોર્ટે વેધલ સવાલો કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સિવિલમાં સારવાર મુદ્દે અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે હાઈકોર્ટની લપડાક બાદ સરકાર દ્વારા હવે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

શ્રમિક માતા નાની બાળકીને એક પગમાં ચપ્પલ સાથે ચાલી નિકળી વતન જવા