Gujarat Exclusive > રાજનીતિ > ધ ગ્રેટ ખલીની રાજકારણમાં એન્ટ્રી: દિલ્હી મુખ્ય કાર્યાલયમાં ધારણ કર્યો ભગવો

ધ ગ્રેટ ખલીની રાજકારણમાં એન્ટ્રી: દિલ્હી મુખ્ય કાર્યાલયમાં ધારણ કર્યો ભગવો

0
7

WWE રેસલીંગમાં અંડર ટેકર સહિતના અન્ય રેસલરોને ધૂળ વટાવી ચૂકેલ ધ ગ્રેટ ખલી નામથી જાણીતા બનેલા વિશ્વભરના મહાન રેસલર એવા દિલીપસિંહે આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.

જેમને રાજકારણમાં ભગવો ધારણ કરી પ્રવેશ કર્યો છે. દિલ્હી બીજેપી કાર્યાલયની ઓફિસ ખાતે ખલીએ ભાજપ પાર્ટી જોઈન કરી છે. અનેક દેશોમાં રેસલિંગ કરી ચૂકેલા ગ્રેટ ખલીએ આ દરમિયાન જણાવ્યું હતું કે આ દેશને નરેન્દ્ર મોદી જેવા શ્રેષ્ઠ વડાપ્રધાન મળ્યા છે. બીજેપી જોઈન કરવાનો હેતુ આગામી સમયમાં સમાજને લગતા કામો કરવાનો છે, એમ પણ કહ્યું હતું કે પૈસા કમાવા હોત તો હું અમેરિકામાં રેસલિંગ બાદ સેટલ થઈ ગયો હોત.

તેણે એમ પણ જણાવ્યું હતું કે પીએમ મોદી અને બીજેપીથી હું ઘણો પ્રભાવિત છું. જો કે ખલી અગાઉ પંજાબમાં આપ પાર્ટી માટે પણ પ્રચાર કરી ચૂક્યો છે. પરંતુ આજે રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભા સાંસદ અરુણ સિંહ અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહની ઉપસ્થિતમાં તેને બીજેપી જોઈન કર્યું હતું. બીજેપી માં અગાઉ પણ ઘણા ખેલાડીઓ અને બોલીવુડના કલાકારો જોડાઈ ચૂક્યા છે. બીજેપી માં ચુંટણી પહેલા દર વર્ષે આ પ્રકારે સેલિબ્રિટી જોડાતા રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat