ગાંધીનગર: રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર વિધાનસભાના આગામી સત્ર દરમિયાન ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેચશે. રખડતા ઢોર નિયંત્રણ કાયદાનુ વિધેયક રાજ્યપાલે સરકારને પરત મોકલ્યુ છે. વિધાનસભાનું ટુંકું સત્ર 21 અને 22 તારીખે મળવાનું છે તેમાં આ કાયદાને પરત ખેચવામાં આવશે. 31મી માર્ચની અંધારી રાતે નવી સરકારે આ વિધેયક બહુમતિના જોરે વિધાનસભામા પ્રસાર કર્યુ હતુ.
Advertisement
Advertisement
માલધારીઓએ 21મીએ સમગ્ર ગુજરાતમાં દૂધના વેચાણ બંધની કરી હતી જાહેરાત
ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર કરાયા બાદથી માલધારીઓ વિરોધ કરી રહ્યા હતા. રવિવારે બનાસકાંઠાના શેરથામાં માલધારી વેદના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ ઉમટી પડ્યા હતા. માલધારીઓની આ સભામાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા બાદ હવે સરકારે વિધાનસભા ચૂંટણીમાં મતો અંકે કરવા માટે કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે.
માલધારીઓએ અલ્ટીમેટમ આપતા કહ્યુ હતુ કે જીવદયાની વાતો કરનાર સરકાર કાયદો પાછો નહી ખેચે તો ગાંધીનગરમાં ધામા નાખવામાં આવશે. 21મીએ માલધારીઓએ ગુજરાતમાં દૂધના વેચાણ બંધની જાહેરાત કરી હતી.
Advertisement