Gujarat Exclusive > દેશ-વિદેશ > સમાજ પ્રત્યે જવાબદાર બનાવવા ફેસબુક-ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓ માટે સરકાર લાવશે બિલ

સમાજ પ્રત્યે જવાબદાર બનાવવા ફેસબુક-ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓ માટે સરકાર લાવશે બિલ

0
5

નવી દિલ્હી : ભારતમાં ઇન્ટરનેટ ડેટા સંરક્ષણ માટે સરકાર એક બિલ તૈયાર કરી રહી છે. આ જાણકારી બુધવારે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી માહિતી પ્રસારણ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બિલની સરકાર તૈયારી કરી રહી છે. જોકે તેને તૈયાર કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

આ દરમિયાન મંત્રી રાજીવ ચંદ્રશેખરે ફેસબુક અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓનો સમાજ પ્રત્યે જવાબદેહ બનાવવાની વાત કરી હતી. તેમણે વૈશ્વિક સમન્વયનું આહ્વાન કરતા કહ્યું હતું કે કોઇ પણ દેશ દ્વારા જવાબદેહી નક્કી કરવાના નિર્ણયને એન્ટી ફ્રી સ્પીચના રૂપમાં ન જોવું જોઇએ.

યૂટયૂબ, ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર કન્ટેંટને લઇને સરકાર દ્વારા વાંધો ઉઠાવવા વચ્ચે મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે. ચંદ્રશેખરે એક આઇટી કંપની દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે જો આપણે દિગ્ગજ ટેક કંપનીઓને સમાજ પ્રત્યે વધુ જવાબદાર બનાવવવા માગતા હોઇએ તો દરેક દેશોએ એક સાથે મળીને કામ કરવું પડશે.

લોકશાહી વાળા દેશોએ આ મામલે એક થવાની જરૂર છે. ભારત આઇટી નિયમો બનાવનારા દેશોમાં પ્રથમ છે. કાર્યક્રમ દરમિયાન ડેટા સુરક્ષા અંગેના એક સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે મને આ માટેના કાયદાના સમર્થક અને વિરોધીઓ બન્નેના પ્રતિભાવો મળી રહ્યા છે. જેને લઇને હાલ ચર્ચા જારી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat