Gujarat Exclusive > રાજનીતિ > સરકારે વેરો ભરવામાં કરી મોટી જાહેરાત, આ રીતે મકાનનો વેરો ભરશો તો 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે

સરકારે વેરો ભરવામાં કરી મોટી જાહેરાત, આ રીતે મકાનનો વેરો ભરશો તો 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે

0
2

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપવામાં અાવી છે પરંતુ વેરાેેની રકમ જાે તમે નિશ્ચિત કરેલી સમયમર્યાદા પહેલા ભરાે તાે આ લાભ મળી શકે છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ આ જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.

આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા.૩૧-મે-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૧૦ ટકા વળતર આપવામાં આવશે.

તા.૩૧ મે-ર૦રર સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર મળશે. અગાઉના વર્ષોના બાકી વેરાની રકમ તા.૩૧ માર્ચ-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારાઓને વ્યાજ-પેનલ્ટી-વોરંટ ફી-નોટિસ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરાશે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat