કરોડો વર્ષ પહેલાં થયેલી ભૂસ્તરીય ઘટનાઓને જીવંત બનાવીને નવી પેઢીને તેનું જ્ઞાાન મળે તે માટે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટયૂટના જીઓલોજી ડિપાર્ટમેન્ટના એલ્યુમિનાઇ, પ્રોફેસર અને હાલમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ દ્વારા પોતાના અભ્યાસલક્ષી કાર્ય સાથે ૧૦૦૦થી વધારે ખનીજ, ખડકો અને અશ્મિઓનો સંગ્રહ કરીને એક મ્યુઝિયમ બનાવ્યું છે. આ જીઓલોજી મ્યુઝિયમ સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજની સાથે જીઓલોજી એનસાયક્લોપીડિયા બન્યો છે. સામાન્ય રીતે દરેક કોલેજમાં સાયન્સને લઇને પ્રયોગશાળા હોય છે તેવું સાંભળવા મળે છે પણ ભૂસ્તરીય ઘટનાઓના સાક્ષી બનેલા વિવિધ ખડકો, ખનીજ અને અશ્મિઓને એક જ સ્થળે જોવા મળે તો નવાઇ જ લાગે છે. જીઓલોજી ડિપાર્ટમેન્ટ હેડ પારસ સોલંકી કહે છે કે, ૨૦૧૪માં ‘જીઓલોજી મ્યુઝિયમ’ તૈયાર કરવામાં આવ્યું છે. અમારા ડિપાર્ટમેન્ટના એલ્યુમિનાઇ સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર ટીમ ભૂસ્તરીય ઘટનાઓ વિશે જાણકારી મેળવવા જાય ત્યારે તે સ્થળે રહેલા દુર્લભ ભૂસ્તરીય ખડકો, ખનીજો અને અશ્મિઓ લાવતા અને તેનો સંગ્રહ કરતા હતા. એક વસ્તુના સંગ્રહથી મ્યુઝિયમની શરૃઆત કરી હતી જેમાં હાલના સમયમાં એક હજારથી પણ વધારે ખડક, ખનીજ અને અશ્મિઓનો સંગ્રહ થયેલ છે. આ પ્રયોગશાળાથી દરેક સ્ટુડન્ટ્સને પ્રેક્ટિલ નોલેજ પણ સારું મળે છે. સંગ્રહાલયમાં રહેલી દરેક વસ્તુઓનું સ્ટુડન્ટ્સ દ્વારા નામકરણ કરીને તેના વિશેની સાચી માહિતી એકત્રિત કરીને માહિતગાર કરીએ છીએ. ‘જીઓલોજી મ્યુઝિયમ’ જીઓલોજીના સ્ટુડન્ટ્સ માટે હરતી-ફરતી એક પ્રયોગશાળા બની છે. કોલેજના એક એલ્યુમિનાઇ, જે હાલ વિદેશમાં રહે છે પણ જ્યારે તે દેશમાં આવે ત્યારે ભૂસ્તરીય ઘટનાઓને લગતી વિવિધ વસ્તુઓ ગિફ્ટ તરીકે આપીને મ્યુઝિમની શોભામાં વધારો કર્યો છે. જીઓલોજી વિષય અને તેની વસ્તુઓથી તૈયાર થયેલ મ્યુઝિયમ વિશેની લોકોમાં અવેરનેસ ઘણી ઓછી છે. શહેરની ઘણી સ્કૂલોના વિદ્યાર્થીઓ આ મ્યુઝિયમની મુલાકાત લઇને ભૂસ્તરીય ઘટનાઓના સાક્ષી રહેલી વસ્તુઓ વિશેની વિસ્તૃત માહિતી આપીને તેમને જીઓલોજી વિષયનું જ્ઞાાન આપીએ છીએ.
ગોલ્ડન ખડક
-ડાયનાસોર- મ્યુઝિયમમાં ૬૫ મિલિયન એટલે કે ૬.૫ કરોડ વર્ષ જેટલા પહેલાના સમયથી ડાયનાસોરના અવશેષ છે અને તે મ્યુઝિયમનું મુખ્ય કેન્દ્ર બિંદુ બન્યું છે.
Advertisement
Advertisement
-એમોનાઇટ અવશેષ (અસ્મિ)-દુનિયામાં માત્ર એમોનાઇટ અવશેષ સામાન્ય રીતે કચ્છમાં જોવા મળે છે અને તેને લીધે સાયન્ટિસ્ટ સહિતના લોકો તેને જોવા માટે આવતા હોય છે. આ મ્યુઝિયમમાં રહેલ એમોનાઇટ અવશેષ ૬.૫ કરોડ વર્ષ પહેલાંનો છે.
-ગોલ્ડન ખડક-આ ખડકને જોતા જ સોનાનો હોય તેવું લાગે છે. આ ખડક ઘણાં વર્ષ જૂનો છે. આ ખડક ખાસ કરીને ગુજરાતના કચ્છના જુજપુરા વિસ્તારમાથી નીકળતા માર્બલમાં જોવા મળે છે.
-ગ્રેનાઇટ અને નીસ- ૧૭૦ કરોડ વર્ષ જૂના ખડકો પણ મ્યુઝિયમની શોભા વધારી રહ્યું છે. ગ્રેનાઇટ ખાસ કરીને અંબાજી-ઇડરમાં અને નીસ ખડક સાબરકાંઠા વિસ્તારમાં જોવા મળતા હોય છે
Advertisement