તવાંગ: અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે અથડામણને લઇને ચીનની સેના તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. આ અથડામણને લઇને ચીનની સેનાએ ભારતીય સેનાને જવાબદાર ગણાવી છે. ચીની સેનાએ કહ્યુ કે ભારતીય સેનાના જવાનોએ ગેરકાયદેસર રીતે વિવાદિત સરહદને પાર કરી હતી જેને કારણે અથડામણ થઇ હતી.
Advertisement
Advertisement
જોકે, મોદી સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ભારતીય સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોની ઘુષણખોરીના પ્રયાસને નિષ્ફળ કરીને બહાર ભગાવી દીધા હતા. રાજનાથ સિંહે કહ્યુ કે આ અથડામણમાં કોઇ પણ ભારતીય સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો નથી.
ચીની સેનાના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી હતી અને ચીની સૈનિકોના રસ્તામાં આવ્યા હતા જેને કારણે બન્ને તરફ વિવાદ વધી ગયો હતો. ચીની સેનાએ કહ્યુ કે અમે પ્રોફેશનલ રીતે માનકો હેઠળ મજબૂતીથી જવાબી કાર્યવાહી કરી હતી જે બાદ સરહદ પર સ્થિતિ સામાન્ય થઇ હતી.
આ પણ વાંચો: અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કેમ કરે છે ચીન? જાણો શું છે વિવાદ
ચીની સેનાના સીનિયર અધિકારી અને પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાંડના પ્રવક્તા લૉન્ગ શાઓહુઆએ કહ્યુ કે ભારત સરહદ પર તૈનાત પોતાના સૈનિકોને નિયંત્રિત કરે અને ચીન સાથે મળીને બોર્ડર વિસ્તારમાં શાંતિ સ્થાપે, તેમણે કહ્યુ કે 9 ડિસેમ્બરે ભારતીય સૈનિકોએ સરહદ પર ગેરકાયદેસર રીતે પાર કર્યા બાદ રૂટીન પેટ્રોલિંગ કરી રહેલા ચીની સૈનિકોના કામમાં અડચણ નાખઈ હતી જે બાદ આ અથડામણ થઇ હતી.
Advertisement