Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દેશમાં કોરોનાના 600થી વધારે કેસ, આ 15 શહેરોમાં સૌથી વધારે દર્દી

દેશમાં કોરોનાના 600થી વધારે કેસ, આ 15 શહેરોમાં સૌથી વધારે દર્દી

0
667

કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત ઝડપી રીતે વધી રહી છે. દેશભરમાં અત્યાર સુધીમાં 600થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં સૌથી વધારે કેસ કેરલમાં નોંધાયા છે. શહેરની વાત કરીએ તો કેરલના કાસરગોડમાં હાલમાં સૌથી વધારે લોકો કોરોનાવાયરથી સંક્રમિત છે.

હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઈટ અનુસાર, દેશના 25 રાજ્યોમાં કોરોના ફેલાઇ ચૂક્યો છે. કેરલમાં કોરોનાવાયરસના 101 કેસોની પુષ્ટી થઇ છે, જેમાંથી ચાર દર્દી ઠીક થઇ ચૂક્યા છે. તે પછી મહારાષ્ટ્રમાં સૌથી વધારે 98 કેસ સામે આવ્યા છે. અહીં એકપણ દર્દી ઠીક થયો નથી, જ્યારે બેની મોત થઈ ચૂકી છે.

15 શહેરોમાં કોરોના દર્દીઓ સૌથી વધુ જોવા મળ્યા
કાસદગોડ (કેરળ) – 39
પુણે (મહારાષ્ટ્ર) – 27
મુંબઇ (મહારાષ્ટ્ર) – 25
ગુરુગ્રામ (હરિયાણા) – 22
હૈદરાબાદ (તેલંગાણા) – 21
બેંગલુરુ (કર્ણાટક) – 18
એર્નાકુલમ (કેરળ) – 16
શહીદ ભગતસિંહ નગર (પંજાબ) – 14
અમદાવાદ (ગુજરાત) – 13
કન્નુર (કેરળ) – 13
ભિલવારા (રાજસ્થાન) – 13
લેહ (લદાખ) – 11
પટ્ટાનંટિતા (કેરળ) – 10
આગ્રા (યુપી) – 8
લખનૌ (યુપી) – 8
ભારતમાં કોરાના નજીક 600 કેસોની પુષ્ટિ

ભારતમાં કોરોનાવાયરસના સંક્રમણના 553 એક્ટિવ કેસ છે. 42 દર્દી ઠિક થઇ ચૂક્યા છે અને 10 લોકોના આ ઘાતક વાયરસે જીવ લઇ લીધો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસના 31 કેસોની પુષ્ટિ થઇ છે, જેમાંથી એકનું મોત થઇ ચૂક્યું છે. જ્યારે છ દ્દીઓ ઠિક થઇ ચૂક્યા છે અને 24ની સારવાર ચાલી રહી છે. હરિયાણામાં 28 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 11 ઠિક થઇ ચૂક્યા છે અને 17ની સારવાર ચાલી રહી છે.