Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બનાસકાંઠામાં ઓમિક્રોનનો નોંધાયો પ્રથમ કેસ, લંડનથી પરત ફર્યો છે દર્દી

બનાસકાંઠામાં ઓમિક્રોનનો નોંધાયો પ્રથમ કેસ, લંડનથી પરત ફર્યો છે દર્દી

0
9

બનાસકાંઠા જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી બાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. લંડનથી આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડીસાની સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે.

ઓમિક્રોનથી સંક્રમિત થયેલો યુવક લંડનમાં એમ. બી. બી. એસનો અભ્યાસ કરે છે. તે લંડનથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી યુવકના જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવતા ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1069 કેસ સામે આવ્યા છે ત્યારે હાલ ઓમીક્રોનના કેસોએ હાલ 100 નો આંક વટાવ્યો છે, જે આપણા માટે ખુબ જ ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ ઓમીક્રોનના 23 નવા કેસ સામે આવ્યા છે ત્યારે આ આંકડાઓ કોરોનાની ત્રીજી લહેરના દ્રશ્ય આંખ સામે લાવી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં એક જ દિવસમાં 103 કોવિડ દર્દીઓની રિકવરી અને એક મૃત્યુ સામે કોવિડના 1069 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ રેકોર્ડબ્રેક 3,927 જેટલા સક્રિય કોવિડ દર્દીઓ છે. શહેરોમાં નોંધાયેલા નવા કેસોમાં અમદાવાદમાં 559, સુરત 156, વડોદરા 61, રાજકોટ 41, ગાંધીનગર 17, જામનગર 5, ભાવનગર અને જૂનાગઢ 4-4 કેસ નોંધાયા છે. એક દિવસમાં કોવિડ રસીનો 1.52 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યો હતો, જે રાજ્યવ્યાપી કુલ 8.95 કરોડથી વધુ હતો. આ સિવાય ઓમીક્રોન વેરિએન્ટના નવા 23 કેસ નોંધાયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat