Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ભારતમાં ખુલી રહ્યો છે પ્રથમ Apple Store, જાણો ક્યા ખુલશે નવો સ્ટોર

ભારતમાં ખુલી રહ્યો છે પ્રથમ Apple Store, જાણો ક્યા ખુલશે નવો સ્ટોર

0
297

અમેરિકાની ટેક્નોલોજી કંપની એપલ ભારતમાં પ્રથમ Apple Store ખોલવાનું નક્કી કરી રહ્યું છે. કંપનીએ ભારતમાં પ્રથમ રીટેલ સ્ટોર ખોલવા માટે લોકેશનની શોટ લિસ્ટ તૈયાર કરી છે. એપલ દ્વારા રીટેલ સ્ટોર માટે મુંબઈને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. આગામી અઠવાડિયામાં કંપની નક્કી કરશે કે ભારતમાં એપલ સ્ટોર આવશે કે નહીં.

ભારતમાં Apple Store ખોલવાની તૈયારી

એપલ થોડા સમયથી ભારતમાં Apple Store ખોલવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ કેટલાક ફાઇનલ અત્યાર સુધી કરવામાં આવ્યા નથી. જ્યારે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એપલના માર્કેટ શેર ઘણા ઓછા છે અને iPhoneનું વેચાણ પણ ઘટ્યું છે. પરંતુ ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખી પોતાને મોટુ બજાર માને છે અને એપલ રીટેલ સ્ટોર લાવીને સાબિત કરશે કે, પ્રીમિયમ સ્માર્ટફોન સેગ્મેંટમાં આ કંપનીનો મુકાબલો કરવો બીજી કંપનીઓ માટે સહેલું નથી.

હાલમા જ ભારતમાં Apple દ્વારા તેના સ્માર્ટફોનને એસેબંલ કરવું શુરૂ કર્યું છે. ટિમ કુકે અર્નિગ રિપોર્ટ પછી જણાવ્યું કે ભારતમાં લોગ ટાઈમ એપલમાટે મહત્વપૂર્ણ બજાર છે. તેમણે કહ્યું હતું કે, શોર્ટ ટર્મ માટે એ ચેલેન્જની જેમ છે. પરંતુ અમે ઘણી ચીજોને લર્ન કરીએ છીએ. અમે ભારતમાં પણ તૈયારી સાથે આવીશું.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે ત્રણ મહિનામાં કંપનીએ ટોટલ 44 ટકા અમેરિકાથી આવક કરે છે, જ્યારે 18% આવક ચીનથી આવે છે અને એશિયા પેસિફિકથી 6 ટકા આવક આવે છે જેમાં ભારત પણ આવી જાય છે. જોકે, ભારતે એપલ આઇફોન સેલિંગ વધારવાનો પ્રયત્ન જરૂર કર્યો છે પરંતુ હજુ સુધી માર્કેટમાં તેની અસર જોવા મળી નથી.