Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અંતિમ ધામ બન્યું પ્રવાસનધામ શાંતિ નું ધામ

અંતિમ ધામ બન્યું પ્રવાસનધામ શાંતિ નું ધામ

0
1

અંતિમ ધામ બન્યું પ્રવાસનધામ શાંતિ નું ધામ સાબરકાંઠાના ઇડર તાલુકાનું કાનપુર ગામનું અનોખુ સ્મશાન,

મંગલ મંદિર પ્રતિષ્ઠાન નામે ગામના સ્મશાનને વિકસીત કરાયુ કહેવાય છે કે માણસના મૃત્યુ પછી તેના પાર્થિવદેહને સ્મશાનમાં લઈ જવાય છે . જ્યાં ફક્ત સ્મશાનની સગડી જ જોવા મળતી હોય છે પરંતુ કાનપુર ગામના વતની જશુભાઇ દાનાભાઈ પટેલ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું છે જેને જોતા જ માણસનું મન મોહી જાય તેવું ઉત્તમ મંગલ મંદિર ધામ ઇડર તાલુકાના કાનપુર ગામે વિકસાવવામાં આવ્યું છે આ સ્મશાનમાં વેદ, પુરાણ, ગીતા, ભાગવદને સાર્થકતા અપાયી છે.

જશુભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી બે વર્ષ પહેલાં તેમનું બાયપાસ ઓપરેશન કરવામાં આવેલ ત્યાર પછી તેઓએ ઘરે આવીને આ જગ્યા ઉપર ૧ લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરતાં આજે તેમણે ૧૯૦ પ્રકારના વૃક્ષોનો અઢી હેક્ટર જમીનમાં વાવેતર કરેલ છે અને લોકોને પણ પ્રેરણા આપેલ છે. આ ગામના પંચાયત દ્વારા પણ તેમને સારો સહયોગ મળી રહ્યો છે.

ગામ લોકોનો પણ સારો સહયોગ મળી રહ્યો છે. તેમણે ત્યાં બનાવેલ દિવાલ, બોકડા દરેક વસ્તુ પર ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, વેદ, પુરાણ, ઉપનિષદ દરેકના શ્લોકો લખેલા છે અને લોકોને પણ અહિંયા આવવાનું ગમે તેવું સુંદર મજાનું મંગલ મંદિર પ્રતિસ્થાનનું આયોજન કરેલ છે. ઇડર તાલુકાના આ કાનપુર ગામના મંગલ મંદિરને જોવા આસપાસના તેમજ અન્ય રાજ્યના લોકો પણ આવી ગયા છે. જશુભાઈ પટેલની આ પેરણા તેમના માટે પણ ખુબજ ઉપયોગી છે. ખરેખર જીવનમાં જીવતેજી એક વખત આ કાનપુર ગામના મંગલ મંદિર સ્મશાનની મુલાકાત લેવા જેવી છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat