Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મોકૂફ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મે મહિનાના અંતમાં યોજાશે

મોકૂફ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મે મહિનાના અંતમાં યોજાશે

0
2

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રદ કરેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મે મહિનાના અંતમાં યોજાશે. ગૌણ સેવાના ઇન્ચાર્જ અધ્યક્ષે જણાવ્યું હતું કે મે મહિનાના અંત સુધીમાં ગૌણ સેવાની મોકુફ કરાયેલી પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરાશે.

પરીક્ષાની પદ્ધતિમાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. મે મહિનાના અંતમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થશે. ચેરમેન બદલાયા હોવાથી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ માટે નવી એઓપી જાહેર કરવામાં આવશે. પેપરને કેન્દ્ર સુધી પહોંચાડવાની પદ્ધતિમાં સુધારો કરાશે. પરીક્ષાની પદ્ધતિનું ઓનલાઇન મોનિટરિંગ કરાશે. જીપીએસસીની પરીક્ષાની પદ્ધતિને અમલમાં મુકાશે.

આ મામલે અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે, અધ્યક્ષ બદલાયા હોવાથી નવેસરથી પરીક્ષા લેવાનો વિચાર કરવામાં આવ્યો છે. આગામી પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળે નવી SOP બનાવી છે. નવી SOP સાથે ગૌણ સેવા પસંદગી મંડળ મોકૂફ પરીક્ષાનું આયોજન કરાશે.

ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને આગામી પરીક્ષા લેવામાં આવશે. પ્રશ્ન પત્રના પ્રિટિંગ અને ટ્રાન્સ્પોર્ટેશન અંગે પણ નવી SOP બનાવવામાં આવી છે પરીક્ષા સ્થળે જ્યાં CCTV નહીં હોય ત્યાં લાઈવ વીડિયોગ્રાફી કરાશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat