દહેરાદૂન: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતની કાર પાછળ હાથી પડતા તેમણે ગાડી છોડીને પહાડ પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. પૌડીથી કોટદ્વાર તરફ જઇ રહેલા પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતના કાફલા સામે હાથી આવી ગયો હતો, જેને કારણે પૂર્વ સીએમે કારમાંથી ઉતરીને એક ભારે પથ્થર પર ચઢીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો.
Advertisement
Advertisement
અડધી કલાક પછી હવાઇ ફાયર કર્યા બાદ હાથીને રસ્તા પરથી ખદેડવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે લૈંસડોન વન વિભાગની દુગડડા રેન્જમાં હાથી રસ્તા પર ઉત્પાત મચાવે છે.
રસ્તા પર એક હાથી આવી જતા ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો જેને કારણે ત્રિવેંદ્રસિંહ રાવતનો કાફલો અડધો કલાક રોકાયો હતો. થોડી વાર સુધી પૂર્વ મુખ્યમંત્રી કારમાં જ બેસી રહ્યા હતા જ્યારે હાથી તેમની કાર પાસે આવ્યો તો તે પોતાની ગાડી છોડીને ભાગી ગયા હતા. હાથીના હુમલો કરવાની આશંકાથી વન વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. વન કર્મીઓએ ઉતાવળમાં હવાઇ ફાયર અને ફટાકડા ફોડીને હાથીને જંગલ તરફ ખદેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
उत्तराखंड के पूर्व CM त्रिवेंद्र सिंह रावत के पीछे पड़ा हाथी, गाड़ी छोड़ चट्टान पर चढ़कर बचाई जान।#TrivendraSinghRawat pic.twitter.com/hGRVNW5IcD
— Shubhankar Mishra (@shubhankrmishra) September 15, 2022
Advertisement