નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ આજે નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાની વિધાનસભા ચૂંટણીની જાહેકાત કરશે. તેની માટે ચૂંટણી પંચ આજે બપોરે અઢી વાગ્યે એક પત્રકાર પરિષદ કરવાનું છે, જ્યા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
Advertisement
Advertisement
ફેબ્રુઆરીમાં આ ત્રણેય રાજ્યમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચની ટીમે નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાનો પ્રવાસ કર્યો હતો. કહેવામાં આવે છે કે ચૂંટણી પંચે આ દરમિયાન કેન્દ્રીય સુરક્ષાદળનો પણ સંપર્ક કર્યો છે. આ ત્રણેય રાજ્યની સ્થિતિની સમીક્ષા બાદ હવે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખની જાહેરાત કરવા જઇ રહ્યુ છે.
નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચ, 22 માર્ચ અને 15 માર્ચે પૂર્ણ થવા જઇ રહ્યો છે. હવે આ પહેલા આ રાજ્યમાં નવી સરકારની રચના કરવાની છે. બીજી તરફ સ્થાનિકથી લઇને રાષ્ટ્રીય પાર્ટીઓએ પણ આ રાજ્યમાં ચૂંટણી માટે કમર કસી લીધી છે.
ત્રણ રાજ્યમાં મુખ્યમંત્રી કોણ છે?
- નેશનલિસ્ટ ડેમોક્રેટિડ પ્રોગેસિવ પાર્ટીના નેતા નેફિયુ રિયો નાગાલેન્ડના મુખ્યમંત્રી છે
- ભાજપના નેતા માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રી છે
- એનપીપીના કૉનરાડ સંગમા મેઘાલયના મુખ્યમંત્રી છે
આ વર્ષે ક્યા રાજ્યમાં ચૂંટણી યોજાશે
છત્તીસગઢ, કર્ણાટક, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, તેલંગાણા
Advertisement