ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પંચની ટીમ હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પ્રવાસે જઇ રહી છે. આ રાજ્યમાં ચૂંટણી પંચની ટીમ આગામી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. 26 સપ્ટેમ્બરે ચૂંટણી પંચની ટીમ ગુજરાત આવશે.
Advertisement
Advertisement
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે બન્ને રાજ્યના ટોપના અધિકારીઓને મળીને ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. ચૂંટણી સારી રીતે સંપન્ન થઇ શકે તેની માટે ચૂંટણી પંચ તમામ જરૂરી પગલા ભરશે. ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત પહેલા રાજ્યોનો પ્રવાસ કરવા માંગે છે.
2017માં ભાજપને મળ્યો હતો બહુમત
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 9 અને 14 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાઇ હતી. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી. અહીની 182 વિધાનસભા બેઠકમાંથી ભાજપને 99, કોંગ્રેસને 77, એનસીપીને 1, બીટીપીને 2 અને અન્યને 1 સીટ પર જીત મળી હતી. જ્યારે 3 બેઠક અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. ગુજરાત સરકારનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2023માં ખતમ થઇ રહ્યો છે.
આ વખતે ભાજપ-આપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો
મહત્વપૂર્ણ છે કે આ સમયે બન્ને રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. એક તરફ ભાજપ બન્ને રાજ્યમાં આપને પોતાના વિરોધી માનીને ચાલી રહી છે જ્યારે અરવિંદ કેજરીવાલ પણ બન્ને રાજ્યનો સતત પ્રવાસ કરી રહ્યા છે.
Advertisement