નવી દિલ્હી: ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશને લઇને મીડિયા ગાઇડલાઇન જાહેર કરી છે. ચૂંટણી પંચે 12 નવેમ્બર અને 5 ડિસેમ્બરે એક્ઝિટ પોલના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. આ આદેશનું ઉલ્લંઘન કરવુ ભારે પડી શકે છે.
Advertisement
Advertisement
12 નવેમ્બરે સવારે 8 વાગ્યે અને 5 ડિસેમ્બરે 5:30 વાગ્યા વચ્ચે એક્ઝિટ પોલ પર રોક
ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરતા કહ્યુ, 12-11-2022 સવારે 8 વાગ્યે અને 5-12-2022માં સાંજે 5.30 વાગ્યા વચ્ચેના સમય દરમિયાન હિમાચલ પ્રદેશ ચૂંટણી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામનું પ્રકાશન અથવા પ્રચાર કરવો પ્રતિબંધિત હશે. આ દરમિયાન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એક્ઝિટ પોલ દ્વારા ચૂંટણી સંભવિત પરિણામ બતાવી નહી શકે. ચૂંટણી પંચે કહ્યુ, તેનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
12 નવેમ્બરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી
12 નવેમ્બરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી એક તબક્કામાં યોજાશે જ્યારે 8 ડિસેમ્બરે તેના પરિણામ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં કુલ 7881 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. હિમાચલમાં કુલ 68 વિધાનસભા બેઠક છે જેની પર 12 નવેમ્બરે મતદાન થશે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 1 નવેમ્બરે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે જ્યારે 5 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે આવશે.
Advertisement