નવી દિલ્હી: ચૂંટણી પંચે અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણી માટે શિવસેનાના બન્ને ગ્રુપને અલગ અલગ નામની ફાળવણી કરી છે. ઉદ્ધવ ઠાકરે ગ્રુપને ‘શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)’ નામ આપવામાં આવ્યુ છે, બીજી તરફ એકનાથ શિંદેના ગ્રુપ ‘બાલાસાહેબબાંચી શિવસેના’ નામ આપવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
ઠાકરે ગ્રુપને સળગતી ટોર્ચનો ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યો છે જ્યારે શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન માટે નવા નામ જમા કરવા કહ્યુ છે.
શિવસેનાનું ચૂંટણી ચિહ્ન જપ્ત કરવા વિરૂદ્ધ હાઇકોર્ટ પહોચ્યુ ઉદ્ધવ ઠાકરે ગ્રુપ
ચૂંટણી પંચે નવા નામ અને ચૂંટણી ચિહ્ન એવા સમયે જાહેર કર્યા છે જ્યારે ઠાકરે ગ્રુપ શિવસેનાના ચૂંટણી ચિહ્ન અને નામ જપ્ત કરવા વિરૂદ્ધ હાઇકોર્ટ પહોચ્યુ છે. ઠાકરે જૂથે શિવસેનાના ચૂંટણી ચિહ્ન ‘તીર અને કમાન’ને જપ્ત કરવાના ચૂંટણી પંચના આદેશ વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. પંચે 8 ઓક્ટોબરે આ આદેશ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી જાહેર: રાજ્યમાં 4.90 કરોડ મતદારો, 11.62 લાખ નવા મતદાર ઉમેરાયા
શિંદે અને ઠાકરે જૂથમાં ચાલી રહી છે શિવસેના પર કબજાની લડાઇ
મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે શિવસેના પર કબજાને લઇને લડાઇ ચાલી રહી છે. બન્ને જૂથ પાર્ટી અને તેના ચૂંટણી ચિહ્ન પર પોતાનો દાવો ઠોકી રહ્યા છે, તેમણે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ બન્નેમાં આ મામલે અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે વિવાદનો નિર્ણય ચૂંટણી પંચ પર છોડી દીધો છે, જેને 8 ઓક્ટોબરે મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો.
ચૂંટણી પંચની સુનાવણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ઉદ્ધવ ઠાકરે પાર્ટી પદાધિકારીઓનું સમર્થન મેળવી રહ્યા છે, તેમણે પોતાના સમર્થનમાં પાંચ લાખ સોગંદનામા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યુ છે, તેમણે પોતાના સમર્થનમાં આંકડા પણ રજૂ કર્યા છે.
શું છે શિવસેનાની આંતરિક લડાઇ?
શિવસેના નેતા એકનાથ શિંદેએ જૂનમાં 40 ધારાસભ્યો સાથે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બળવો કર્યો હતો અને તેનાથી શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના ગઠબંધન ધરાવતી સરકાર પડી ગઇ હતી. તે બાદ શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી અને અત્યારે તે મુખ્યમંત્રી છે. તે શિવસેના પાર્ટી પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ચૂંટણી પંચને શિવસેનાનું ચૂંટણી ચિહ્ન આપવાની માંગ કરી છે.
Advertisement