Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં એક સાથે કોરોના વેક્સીનનો Dry Run, 2 જાન્યુઆરીથી સૌથી મોટુ અભિયાન શરૂ થશે

દેશમાં એક સાથે કોરોના વેક્સીનનો Dry Run, 2 જાન્યુઆરીથી સૌથી મોટુ અભિયાન શરૂ થશે

0
354

Dry Run

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત સાથે જ દેશમાં હવે કોરોના વેક્સીનને લઇને તૈયારી શરૂ થઇ ગઇ છે. ભારત સરકારે નિર્ણય કર્યો છે કે 2 જાન્યુઆરીથી દેશમાં દરેક રાજ્યમાં કોરોના વેક્સીનનું ડ્રાઇ રન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે બેઠકમાં આ નિર્ણય લીધો છે.

ડ્રાઇ રનમાં શું હોય છે? Dry Run

સ્વાસ્થ્ય મંત્રાલયના આદેશો અનુસાર, ડ્રાઇ રનમાં રાજ્યોએ પોતાના બે શહેરોને ચિન્હિત કરવા પડશે. આ બે શહેરોમાં વેક્સીનના શહેરમાં પહોચવા, હોસ્પિટલ સુધી જવા, લોકોને બોલાવવા, પછી ડોઝ આપવાની પુરી પ્રક્રિયાનું પાલન આ રીતે કરવામાં આવશે, જેવી રીતે વેક્સીનેશન થઇ રહ્યુ હોય.

સાથે જ સરકારે કોરોના વેક્સીનને લઇને જે કોવિન મોબાઇલ એપ બનાવી છે, તેનું પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાઇ રન દરમિયાન જે લોકોને વેક્સીન આપવાની હોય છે, તેમણે SMS મોકલવામાં આવશે, તે બાદ અધિકારીઓથી લઇને સ્વાસ્થ્ય કર્મી વેક્સીનેશન પર કામ કરશે.

મુખ્ય રીતે તેમાં વેક્સીનના સ્ટોરેજ, વિતરણ અને રસીની તૈયારીઓને ચકાસવામાં આવે છે. જે શહેરની મોટી સરકારી હોસ્પિટલ અથવા અન્ય જગ્યાએ કરવામાં આવી રહી છે.

ચાર રાજ્યમાં બે દિવસ સુધી ચાલી હતી ડ્રાઇ રન Dry Run

આખા દેશમાં ડ્રાઇ રન ચલાવ્યા પહેલા પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ડ્રાઇ રન કરવામાં આવ્યુ હતું. પંજાબના લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગરમાં આ દરમિયાન પુરી સિસ્ટમ ઓનલાઇન અપનાવવામાં આવી હતી. વેક્સીનના સ્ટોરેજથી લઇને લોકોને જાણકારી આપવા સુધીની પ્રક્રિયાનું ઓનલાઇન રીતે પાલન કરવામાં આવ્યુ હતું. અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા 28,29 ડિસેમ્બરે અપનાવવામાં આવી હતી.

આ પણ વાંચો: PM મોદીએ આપ્યો-દવા-કડકાઇનો મંત્ર, વેક્સીન આવી ગઇ ત્યારે પણ નહી મળે છૂટ Dry Run

વડાપ્રધાને આપી હતી જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સીનેશનને લઇને જાણકારી આપી છે. પીએમ મોદીએ રાજકોટ AIIMSના શિલાન્યાસ દરમિયાન કહ્યુ કે દેશમાં કોરોના વેક્સીનને લઇને તૈયારી પોતાના અંતિમ તબક્કામાં છે, જલ્દી દુનિયાનો સૌથી મોટો કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યુ કે લોકોને વેક્સીન સાથે જોડાયેલી જાણકારી તેમના ફોન પર જ મળશે.

સાથે જ પીએમ મોદીએ લોકોને ચેતવ્યા અને કહ્યુ કે કોરોના વેક્સીન સાથે જોડાયેલી અફવાથી બચો અને કોઇ પણ મેસેજની ચકાસણી વગર આગળ ફોરવર્ડ ના કરો. પીએમ મોદીએ કહ્યુ કે વેક્સીન આવ્યા બાદ તમામે કડકાઇ રાખવી પડશે.

જલ્દી કોરોના વેક્સીનને મંજૂરી મળી શકે છેDry Run

મહત્વપૂર્ણ છે કે દેશમાં જલ્દી કોરોના વેક્સીનને મંજૂરી મળી શકે છે. સીરમ ઇંસ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોવિશીલ્ડને લઇને એક્સપર્ટ કમિટીની બેઠક મળી હતી. જોકે, કાલે મંજૂરી ના મળી પરંતુ એક જાન્યુઆરીએ મળનારી બેઠકમાં મંજૂરી મળી શકે છે. બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સીનને મંજૂરી મળી ગઇ છે, જે બાદ ભારતમાં વેક્સીનને મંજૂરી મળવાની શક્યતા દેખાઇ રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9