Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: હીરાના વેપારીએ 6 કરોડમાં ઉઠમણું કર્યું, વિડીયો વાયરલ કર્યો કે જીવતા રહેશું તો ચુકવણું કરીશું

સુરત: હીરાના વેપારીએ 6 કરોડમાં ઉઠમણું કર્યું, વિડીયો વાયરલ કર્યો કે જીવતા રહેશું તો ચુકવણું કરીશું

0
1835

સુરત શહેરમાં હીરા ઉદ્યોગનો કારોબાર હજુ રાબેતા મુજબ થયો નથી ત્યાં રફ ડાયમંડના એક વેપારીએ ઉઠમણું કરતા નાના વેપારીઓ અને દલાલો દોડતા થઇ ગયા છે. ખાસ કરીને આ વેપારી ઉઠમણું કરતા પુર્વે પોતાની ઓડીયો ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ કરીને નાસી ગયો છે જેમાં તેણે ઉઠમણા માટે કોરોનાની મહામારી બાદની ઉદ્યોગની સ્થિતિ અંગે વાત કહી છે.

આ અંગે મળતી વિગતો અનુસાર, બે દિવસ પહેલા શહેરના હીરા બજારમાં રફ ડાયમંડનો વેપાર કરતો એક વેપારી રૂપિયા છ કરોડમાં ઉઠમણું કરીને નાસી ગયો છે. આ વેપારીએ હીરા બજારના વેપારીઓ અને દલાલોના વોટસએપ ગ્રુપમાં પોતાનો ઓડીયો પણ મુક્યો છે અને તેમાં પોતાની ઓળખ આપવા સાથે તેણે જણાવ્યું છે કે, હું સુરત છોડીને જઇ રહ્યો છું જો જીવતો રહીશ તો પરત આવીને લોકોની પાઇ પાઇ ચુકતે કરીને ચુકવણું કરી દઇશ. મારા પરિવાનો કોઇ વાંક નથી તેમને હેરાન કરતા નહીં,હાલના સંજોગોમાં સ્થિતિ બદલાતા ગુજરાન ચલાવવાનું પણ મુશ્કેલ થઇ ગયુ છે આવા સંજોગોમાં મોટા લોકો નાના લોકોનું ધ્યાન રાખે તો સારૂ થાય, ઉઠમણું કરનાર વેપારી નાસી છુટતા હીરા બજારમાં કારોબાર કરતા નાના મોટા વેપારીઓ અને દલાલોના રૂપિયા ફસાયા છે.

આ પણ વાંચો: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 626 નવા કેસ, કુલ મૃત્યુઆંક 1800ને પાર

હજુ સુધી લેણદારોની યાદી બની નથી પરંતુ મોટા ભાગે દલાલો અને નાના વેપારીઓની રકમ જ આ ઉઠમણામાં ફસાઇ હોવાનું હીરા બજારના સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં વેપારીના પરિવાર દ્વારા તેની શોધખોળ ચાલુ કરવામાં આવી છે તેમજ તેના લેણદારો પણ પોતાની રીતે વેપારીની ભાળ મેળવવા માટે દોડતા થયા છે.

કોરોનાની દેહશત: રતનપોળમાં દરરોજ એક દુકાન થાય છે બંધ

અમદાવાદમાં દિવસે દિવસે કોરોના વાયરસનો આંતક વધતો જોવા મળી રહ્યો છે. શહેરમાં કોરોના વાયરસથના ભયના કારણે લોકો પોતાના ધંધા રોજગાર ખોલવા માટે આજે પણ ડરી રહ્યા છે. જો કે, શહેરમાં આવેલ રતનપોળ એટલે કે લગ્નથી લઈ તમામ પ્રકારના કપડા જોવા મળતા હોય છે. આ રતનપોળને પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરમાં જયારથી અનલોક 1 જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને એક પછી એક દુકાનો બંધ થઈ રહી છે.

જમીનમાં સુંરગ ખોદી 67000 લીટર ક્રૂડ ઓઇલની ચોરીઃ 3 આરોપીની ધરપકડ